લક્ઝુરિયસ, હાઇટેક ટાઇલ્સ સેનેટરી વેરનો ક્રેઝ વધી ગયો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ :  લોકોમાં ઘર, ઓફિસ, બાથરૂમ સહિતના સ્થળોએ હવે ટાઇલ્સ, સેનેટરી વેર, બાથ ફિટિંગ્સ, એÂન્જનીયર્ડ માર્બલ અને કવાટ્‌ર્ઝ સહિતની પ્રોડક્ટમાં હવે લકઝુરિયસ અને હાઇટેક ટાઇલ્સ, સેનેટરી વેર સહિતની પ્રોડક્ટનો ક્રેઝ નોંધપાત્ર રીતે વધી રહ્યો છે. લોકો હવે લેટેસ્ટ ટેકનોલોજી અને નોન ટોકસીક, જર્મ ફ્રી કમ્પાઉન્ડ અને એન્ટીમાઇક્રોબાયલના નવા વિકલ્પો અપનાવતા થયા છે, જેનાથી આ માર્કેટમાં એક નવો જ ચેન્જ આવ્યો છે. એમ અત્રે એચ એન્ડ આર જાહન્સન(ઇન્ડિયા)ના સીઇઓ સરત ચાંડક અને વાઇસ પ્રેસીડેન્ટ દિનેશ વ્યાસે જણાવ્યું હતું. વિવિધ પ્રકારની આકર્ષક અને એન્ટીમાઇક્રોબાયલ ટાઇલ્સ, સેનેટરી વેર, બાથ ફિટિંગ્સ, એÂન્જનીયર્ડ માર્બલ અને કવાર્ટઝ સહિતની અનેકવિધ પ્રોડકટ્‌સને એકછત હેઠળ લોકોને ઉપલબ્ધ બનાવવાના હેતુથી એચ એન્ડ આર જોહન્સ દ્વારા શહેરના આંબાવાડી વિસ્તારમાં પાંજરાપોળ પાસે શિવાલિક પ્લાઝા ખાતે અદ્યતન ધ હાઉસ ઓફ જોહન્સન ડિસ્પ્લે સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એચએન્ડઆર જોહન્સન ભારતમાં એન્ડ-ટૂ-એન્ડ હોમ લાઇફસ્ટાઇલ સોલ્યુશન્સ ઓફર કરતી એકમાત્ર કંપની હોવાની પ્રતિષ્ઠા ધરાવે છે, જે ટાઇલ્સ, સેનિટરીવેર, બાથ ફિટિંગ્સ, એન્જિનીયર્ડ માર્બલ અને ક્વાટ્‌ર્ઝને આવરી લે છે. આ નવા એક્ઝીબીશન ડિસપ્લે સેન્ટર ક્લાસિક દેખાવ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો, ડિસ્પ્લે અને મોક- અપ્સ સાથે ૪૦૦૦ ચોરસ ફીટમાં ફેલાયેલું છે. જ જોહન્સન ટાઇલ્સ, જોહન્સન બાથરૂમ અને જોહન્સન એન્જિનીયર્ડ માર્બલ અને ક્વાટ્‌ર્ઝ સહિત તમામ બ્રાન્ડ વર્ટિકલ્સમાં ૨૫૦૦ ઉત્પાદનોનાં વિકલ્પો પ્રસ્તુત કરે છે, જે આર્કિટેક્ટ્‌સ, ઇન્ટેરિઅર ડિઝાઇનર અને એન્ડ કન્ઝ્યુમર્સને પસંદગી કરવા વિસ્તૃત રેન્જ ઓફર કરે છે.

એચ એન્ડ આર જાહન્સન(ઇન્ડિયા)ના સીઇઓ સરત ચાંડક અને વાઇસ પ્રેસીડેન્ટ દિનેશ વ્યાસે વધુમાં જણાવ્યું કે, અત્યારે એચએન્ડઆર જોહન્સન (ઇન્ડિયા) ભારતભરમાં ૧૫ ઉત્પાદન પ્લાન્ટ, ૪ અગ્રણી પ્રોડક્ટ બ્રાન્ડ ધરાવે છે, જે ૨૫ જુદી જુદી પ્રોડક્ટ કેટેગરીઓ અને સેનિટરી વેર, બાથરૂમ ફિટિંગ્સ, એન્જિનીયર્ડ માર્બલ અને ક્વાટ્‌ર્ઝમાં પ્રીમિયમ ઓફર સાથે ટાઇલ્સમાં ૩૦૦૦થી વધારે પ્રોડક્ટ ઓફર કરે છે. એકછત હેઠળ તમામ ઉત્પાદનોને લાવતું આ ડિસ્પ્લે સેન્ટર તમામ સ્પેસ માટે ટાઇલ્સની રેન્જ ઓએફર કરે છે, જેમાં રેસિડેન્શિયલ ઇન્ટેરિઅર્સ, એક્ષ્ટેરિઅર્સ, ર્પાકિંગ એરિયા, કમર્શિયલ સ્પેસ અને ઔદ્યોગિક સ્પેસમાં ઉપયોગી ટાઇલ્સ સામેલ છે. હાઉસ ઓફ જોહન્સન ડિસ્પ્લે સેન્ટર હોમ સોલ્યુશન્સ અને લાઇફસ્ટાઇલ ઉત્પાદનો માટે ખરીદી અને પસંદગીની પ્રક્રિયાને સંપૂર્ણપણે પ્રોત્સાહન આપશે, કારણ કે આ રહેણાક અને વાણિજ્યિક સ્પેસનાં પ્લાનિંગ અને ડિઝાઇનિંગ માટે વન-સ્ટોપ-શોપ તરીકે કામ કરશે. આઇઆઇએમ રોડ પર સ્થિત જોહન્સનને એન્ટિ-માઇક્રોબાયલ લાર્જ ફોર્મેટ ટાઇલ્સ, સ્ક્રેચ રેસિસ્ટન્ટ ફ્‌લોર ટાઇલ્સ, ૫૦૦થી વધારે વોલ ટાઇલની વિભાવના, એક્સક્લૂઝિવ હાઈ ક્લોવિટી સેનિટરી વેર અને સ્ટાઇલિશ એમ્બિયન્સ સાથે બાથ ફિટિંગની ભારતની એકમાત્ર રેન્જનું ડિસ્પ્લે સેન્ટર હોવાનો ગર્વ છે, જ્યાં ટાઇલ્સની સાથે અત્યાધુનિક ડિસ્પ્લે મોક અપ્સ પણ જોવા મળે છે. માહિતીની ઉપલબ્ધતાનાં અભાવે ગ્રાહકો યોગ્ય ટાઇલ પસંદ કરવામાં સમસ્યાઓનો સામનો કરે છે. અમે પસંદગીની પ્રક્રિયામાં સંભવિત ગ્રાહકોને મદદ કરવા ઇચ્છીએ છીએ. ભારતમાં ૨૫ શહેરોમાં આ ડિસ્પ્લે સેન્ટર મારફતે અમે ગ્રાહકોને વિવિધ સિરામિક ટાઇલ્સનાં વિકલ્પો વિશે યોગ્ય માહિતી પ્રદાન કરવાનો ઉદ્દેશ પૂર્ણ કરીએ છીએ, જે બજારમાં ઉપલબ્ધ હોય છે. અમદાવાદ ઉપરાંત અમે ટૂંક સમયમાં ઇન્દોર, રાયપુર અને વારાણસીમાં સહિત અન્ય શહેરોમાં પણ ડિસ્પ્લે સેન્ટર ખોલીશું.

 

Share This Article