જો તમે દુનિયાના અમીર વ્યક્તિઓમાંના એક વોરન બફેટ સાથે પાવર લંચ કરવા ઇચ્છો છો તો હવે તે સંભવ છે. તમે તમારા સાત મિત્રો સાથે વોરન બફેટ સાથે લંચ કરવાનો મોકો મેળવી શકો છો. પાવર લંચ કરવા માટે તમારે બોલી લગાવવી પડશે. જો તમારી બોલી સૌથી વધારે હશે તો તમને વોરન બફેટ સાથે પાવર લંચ કરવાનો મોકો મળશે.
શું છે પાવર લંચ – બર્કશાયર હૈથવેના સીઇઓ વોરન બફેટ ચેરીટી માટે પાવર લંચનું આયોજન કરે છે. લંચ માટે બોલી લગાવવી પડે છે. જે સૌથી વધારે બોલી લગાવે તેને વોરન બફેટ સાથે લંચ કરવાનો મોકો મળે છે. આ સંપૂર્ણ કમાણી ચેરીટીમાં આપવામાં આવે છે. વેરન છેલ્લા 19 વર્ષથી આ પાવર લંચ કરી રહ્યાં છે.
રવિવારથી આ મામલે ઈબે પર બોલી શરૂ થઇ ગઇ છે. જેની શરૂઆત 25000 ડોલરથી થઇ છે. આ પ્રક્રિયાના અંત સુધી જે રકમ પ્રાપ્ત થઇ તે 1.51 મિલીયન ડોલર છે ભારતીય રૂપિયામાં આ રકમ 10.18 કરોડ રૂપિયા થાય છે. આ બોલી ભારતીય સમય અનુસાર 1 જૂન 2018ના રોજ સાંજે 7 વાગીને 30 મિનીટ પર બંધ થશે.