નિકોલમાં વેપારીઓને ડરાવી-ધમકાવી પૈસા પડાવતા લુખ્ખાનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢી સબક શીખવાડ્યો 

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગઈકાલે નિકોલ વિસ્તારમાં વેપારીઓને મારમારીને હપ્તો ઉઘરવતા લુખ્ખાની પોલીસે ધરપકડ કરી હતી અને લોકોનો ડર ભગાડવા માટે પોલીસે જાહેરમાં સરઘસ કાઢીને ઉઠક બેઠક કરાવીને પાઠ ભણાવ્યો હતો. વેપારીઓ પાસે દર મહિને એક હજારનો હપ્તો માંગતો હતો.

નિકોલમાં ઉત્તમનગર પાસે પુષ્પકુંજ સોસાયટીમાં રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા ગોપાલભાઇ ઠક્કરે નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે તેઓએ નિકોલમાં ખોડીયાર માતાના મંદિર પાસે પચવટીમાં રહેતા ઝેરી બાપુ નામના શખ્સે અગાઉ ઉછીના રૂ. ૨૫૦૦ લીધા હતા તે રૂપિયા પરત આપવાના બદલે બીજા ૨૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદીએ રૂપિયા આપવાની ના પાડતાં તે દુકાન પાસે આવ્યો હતો અને ફરિયાદીને પિતા પાસે જઇને ધાક જમાવવા માટે ખુરસીઓ ફેંકીને તેમની પાસેથી બળજબરીથી ૨૦૦૦ રૂપિયા પડાવ્યા હતા અને ધમકી આપી હતી કે હુ અહિનો દાદો છુ તમારે અહિયાં ધંધો કરવો હોય તો દર મહિને એક હજારનો હપ્તો આપવો પડશે.

આ ફરિયાદ આધારે નિકોલ પોલીસે આજે તેની ધરપકડ કરીને પકડીને વિસ્તારમાં તેમજ જ્યાં ધાક ધમકી આપતો હતો ત્યાં જાહેરમાં સરઘસ કાઢીને પાઠ ભણાવ્યો હતો

Share This Article