લખનૌની હોટલ વિરાટમાં આગ -5 લોકોના મોત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આવેલી હોટલ વિરાટમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. તે આગમાં 5 લોકોના મોત થઇ ગયા છે. ઘણા વ્યક્તિ ગંભીર રૂપથી ઘાયલ થયા છે. પોલીસ હજૂ પણ સ્થળ પર લોકોને બચાવવાના કાર્યમાં લાગેલી છે.

આ હોટલ લખનૌના ચારબાગ એરિયામાં આવેલી છે. આ આગ એટલી ભયાનક હતી કે આખી હોટલ બળી ગઇ છે. હોટલના રસોડામાં ગેસ સિલિન્ડર લિકેજ થતા હોટલમાં  આગ લાગ્યાનું પ્રાથમિક તપાસમાં કહેવાઇ રહ્યું છે. બાદમાં આખી હોટલમાં આગ ઝડપથી ફેલાઇ ગઇ હતી.

આ હોટલમાં મોટી માત્રામાં ટુરિસ્ટ રોકાયા હતા. આગ વહેલી સવારે લાગી હતી માટે જલ્દી ત્યાંથી ભાગવું સંભવ ન હતું. ઘણા લોકો ભાગવામાં સફળ રહ્યાં હતા. તેમ છતાં 5 લોકોના મૃત્યુ થયા હતા. સાથે જ ઘણા લોકો ગંભીરપણે ઘાયલ થયા હતા. પોલીસ પૂરતી કામગીરી કરી રહી છે. ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આખી હોટલ બળીને ભસ્મીભૂત થઇ ગઇ છે.

 

Share This Article