Ahmedabad : સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિક આગેવાન લુબ્રિઝોલ દ્વારા પ્રદેશમાં તેની વૃદ્ધિને ગતિ આપવા અને તે સેવા આપે એ ઘણી બધી બજારો અને ઉદ્યોગોમાં પ્રાદેશિક અને વૈશ્વિક સફળતા અભિમુખ બનાવવા માટે સ્થાનિક પ્રતિભાનો લાભ લેવા માટે તેના ગ્રાહકો અને કર્મચારીઓ માટે નિકટવર્તી જોડાણ અભિમુખ બનાવવા ભારતમાં પુણે ખાતે નવું ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (જીસીસી) શરૂ કર્યું છે. લુબ્રિઝોલ જીસીસી પુણે, એમ્બેસી ટેક ઝોન, હિંજેવાડીમાં નવા એકમનો ભાગ છે. કેમ્પસ સુરક્ષિત, સ્વસ્થ અને પર્યાવરણ સતર્ક કાર્યસ્થળ અભિમુખ બનાવવા માટે ડબ્લ્યુઈએલએલ અને એલઈઈડી ગોલ્ડ સર્ટિફાઈડ છે. ઉત્તમ ડિઝાઈન અને એર્ગોનોમિક વર્કસ્પેસ ઉપરાંત 42,000 ચોરસફીટના એકમમાં વેલનેસ રૂમ્સ, રિક્રિયેશનલ એરિયા, ટ્રેનિંગ એરિયા અને હડલ રૂમ્સનો સમાવેશ થાય છે, જેમાં નૈસર્ગિક પ્રકાશ પર ભાર આપવામાં આવ્યો છે. ગ્રાહક અનુભવ કેન્દ્રમાં લુબ્રિઝોલ સાયન્સ પ્રદર્શિત કરાયું છે. 200થી વધુ પ્રાદેશિક કર્મચારીઓ એન્જિનિયરિંગ, સપ્લાય ચેઈન, ટેકનોલોજી, ફાઈનાન્સ, પ્રોક્યોરમેન્ટ, લીગલ અને એચઆર સહિતની કામગીરીઓનું પ્રતિનિધિત્વ કરતા હોઈ આગામી વર્ષમાં સાઈટમાં વધુ ઉમેરો કરવાની ધારણા છે.
Rebecca Liebert – President & CEO, Abhishek Jain – India Global Capability Center Leader, JT Jones – Senior Vice President (High Growth Regions) and Bhavana Bindra – Managing Director (IMEA) cutting the ribbon at the inauguration of Lubrizol Global Capability Center at Hinjewadi, Pune.
લુબ્રિઝોલ ભારતમાં 1966થી દીર્ઘ ઈતિહાસ ધરાવે છે, જે સમયે કંપનીએ પરિવહન અને ઔદ્યોગિક ક્ષેત્રોને ટેકો આપવા માટે કેમિકલ એડિટિવ્ઝનું ઉત્પાદન શરૂ કર્યું હતું. તે સમયથી લુબ્રિઝોલે મોબિલિટીમાં પ્રગતિ, સુખાકારીમાં સુધારણા અને આધુનિક જીવન બહેતર બનાવવામાં મદદ કરતા નાવીન્યપૂર્ણ સમાધાન થકી ભારત અને આસપાસના પ્રદેશો માટે જીવનની ગુણવત્તા સુધારી છે. કંપનીએ હાલમાં વિવિધ પ્રાદેશિક કમર્શિયલ કાર્યાલયો, લેબ્સ અને ઉત્પાદન એકમો થકી ભારતમાં કાર્યબળ કામે લગાવ્યું છે. 2023માં લુબ્રિઝોલે વિલાયત, ગુજરાતમાં દુનિયાનો સૌથી વિશાળ સીપીવીસી રેઝિન પ્લાન્ટ અભિમુખ બનાવવા, ગુજરાતના દહેજમાં તેની સાઈટ ખાતે ક્ષમ બમણી બનાવવા, નવી મુંબઈમાં ગ્રીસ લેબ શરૂ કરવા અને દેશમાં નોકરી વૃદ્ધિ અને નોંધપાત્ર નાવીન્યતા અભિમુખ બનાવવા માટે 150 મિલિયનથી વધુ યુએસ ડોલરના રોકાણની ઘોષણા કરી છે.
“ભારત નિઃશંક રીતે અમારી સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી બજારમાંથી એક છે અને પ્રાદેશિક તથા વૈશ્વિક ગ્રાહક સફળતા અને નાવીન્યતા સમૃદ્ધ બનાવવા અમને આવશ્યક પ્રતિભા માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે,” એમ લુબ્રિઝોલના હાઈ ગ્રોથ રિજન્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ટી જોન્સે જણાવ્યું હતું. “જીસીસી અમારી વૈશ્વિક ટીમનો અખંડ વિસ્તાર છે. તે લુબ્રિઝોલને જટિલ સમસ્યાઓ ઉકેલવા મદદ કરતી અને બહેતર વેપાર પરિણામો શોધવામાં મદદ કરતી બિઝનેસ પ્રોસેસિંગ અને ડિજિટલ ક્ષમતાઓ પૂરી પાડવા માટે પ્રાદેશિક અને વૈશ્વિક કેન્દ્ર તરીકે કામ કરે છે. આજે ભવિષ્યની ઘણી બધી શક્યતાઓ જોતાં અમારે માટે આ રોમાંચક દિવસ છે,” એમ લુબ્રિઝોલના ભારત, મિડલ ઈસ્ટ અને આફ્રિકાના મેનેજિંગ ડાયરેક્ટર ભાવના બિંદ્રાએ જણાવ્યું હતું. “પુણેમાં જીસીસી શરૂ કરાયું તે અમારી ટીમ માટે નોંધપાત્ર સિદ્ધિ છે, જે અમને અમારી ટેકનોલોજિકલ ક્ષમતાઓ અને સંચાલન ઉત્કૃષ્ટતા બહેતર બનાવવા વિશ્વ કક્ષાની પ્રતિભાને પહોંચ અને વિકાસ માટે અમને અભિમુખ બનાવશે. તેનાથી ભારત અને દુનિયાની આસપાસના અમારા ગ્રાહકોને વધુ નાવીન્યપૂર્ણ રીતે સેવા આપી શકીશું,” એમ લુબ્રિઝોલના ઈન્ડિયા જીસીસી લીડર અભિષેક જૈને જણાવ્યું હતું. જીસીસી શરૂ કરાયું તે ભારતમાં કંપનીની કટિબદ્ધતા અને વૃદ્ધિ તેમ જ તેની કક્ષામાં ઉત્તમ સેવાઓ અને ગ્રાહકો તથા કર્મચારીઓ સાથે જોડાણમાં વધુ એક સિદ્ધિ છે. મુક્ત લુબ્રિઝોલ જીસીસી ભૂમિકાઓ વિશે વધુ જાણકારી માટે કૃપા કરી