મુંબઈ : ભારત સ્થિત ઈનોવેશનને ગતિ આપવા માટે લુબ્રિઝોલ દ્વારા મહારાષ્ટ્રમાં અત્યાધુનિક ટેકનોલોજી અને ઈનોવેશન સેન્ટર શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે. વૈશ્વિક સ્તરે કંપની માટે અનોખું આ એકમ બ્રેકથ્રુ ઈનોવેશન્સની પ્રગતિ કરવા, જોડાણો વિસ્તારવા અને લુબ્રિઝોલ અને પ્રદેશ તથા વૈશ્વિક સ્તરે તે જેને સેવા આપે છે એ ગ્રાહકો અને ઉદ્યોગો માટે બજારમાં ગતિ વધારવા માટે તૈયાર કરાયું છે.
સેન્ટર લુબ્રિઝોલમાં જોડાણો સશક્ત કરશે, લેબ ક્ષમતાઓ કો-લોકેટ કરવા અને મોજૂદ પ્રદેશમાં ટેકનોલોજી સેન્ટર્સ ઓફ એક્સલન્સ (સીઓઈ)ની સફળતા પર વિસ્તરણ કરશે. સાઈટમાં કસ્ટમર એક્સપીરિયન્સ સેન્ટરનો સમાવેશ રહેશે, જે લુબ્રિઝોલને ગ્રાહકો અને ભાગીદારો સાથે સમાધાનનો સહ-વિકાસ કરવાની અનુકૂળતા આપશે. એકમમાં ઓટોમેશન અને ડિજિટલ ટૂલ્સ સહિત સંશોધન જરૂરતોને ટેકો આફવા માટે આધુનિક વિશ્લેષણાત્મક ક્ષમતાઓનો સમાવેશ રહેશે, જે ટીમોને ભાવિ પેઢીના સમાધાન વધારવા માટે નિર્ણય વિજ્ઞાન લાગુ કરવા અનુકૂળતા આપશે.
‘‘લુબ્રિઝોલ લગભગ 100 વર્ષથી ઈનોવેશન સાથે પ્રતિકાત્મક રહી છે અને નવું સેન્ટર સ્થાનિક સ્તરે અમારા ઈનોવેશન પ્રત્યે નોંધપાત્ર કટિબદ્ધતા આલેખિત કરે છે,’’ એમ લુબ્રિઝોલના ભારત, મિડલ ઈસ્ટ અને આફ્રિકાના લુબ્રિઝોલના મેનેજિંગ ડાયરેક્ટર ભાવના બિંદ્રાએ જણાવ્યું હતું. ‘‘ટેકનોલોજી અને ઈનોવેશન સેન્ટર પ્રદેશમાં અમારા પ્રવાસ પ્રત્યે નોંધપાત્ર કટિબદ્ધતા આલેખિત કરે છે. ઘણા બધા લુબ્રિઝોલના વેપારોમાં નિપુણતાને એકત્ર લાવીને આ એકમ અમારી ટીમો અને અમે સેવા આપીએ તે બધા માટે જોડાણ, ઓટોમેશન અને ટેકનોલોજિકલ પ્રગતિનો પાયોનો પથ્થર છે.’’
‘‘મહારાષ્ટ્રમાં ઈનોવેશન સેન્ટર જોડાણો અને સંચાલન કાર્યક્ષમતાઓને કેળવીને મુખ્ય હિસ્સાધારકોમાં નિકટતા પૂરી પાડે છે. ઉચ્ચ એકત્રિત કાર્ય અવકાશ થકી સેન્ટર અમારા ક્વોલિટી ઈનોવેશનને વધુ એક પગલું આગળ લઈ જવા માટે મદદરૂપ થવા ફ્યુચર- સ્ટેટ ટેકનોલોજી સાથે અમારી શ્રેષ્ઠતમ લીગેસી ઈનોવેશન અને રચના પ્રક્રિયાનો લાભ લઈને વ્યૂહાત્મક સંશોધન અને વિકાસ અભિમુખ બનાવશે,’’ એમ ભારત, મિડલ ઈસ્ટ અને આફ્રિકાના લુબ્રિઝોલના ટેકનોલોજીના સિનિયર ડાયરેક્ટર ડો. રાહુલ મિશ્રાએ જણાવ્યું હતું.
લુબ્રિઝોલના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રેબેકા લિબર્ટે ઉમેર્યું હતું કે, ‘‘ટેકનોલોજી અને ઈનોવેશન સેન્ટર વિશ્વવ્યાપી ઈન્ટરકનેક્ટેડ ઈનોવેશન સેન્ટરો સ્થાપિત કરવાની અમારી વ્યૂહરચના સાથે સુમેળ સાધતાં ભાવિ વૈશ્વિક કેન્દ્રો માટે મોડેલ તરીકે કામ કરશે. ભારતમાં અમારી ઈનોવેશન ટીમોએ કંપનીને વૈશ્વિક ગ્રાહક ઈનોવેશન એવોર્ડ જિતાડી આપવા સહિત અમે સેવા આપીએ તે ઘણા બધા ઉદ્યોગોમાં નોંધપાત્ર ઈનોવેશન અભિમુખ બનાવી દીધું છે. આ સેન્ટર તે સફળતાઓ પર વિસ્તરવાની અપેક્ષા છે.’’
સ્થાનિક આરએન્ડડી અને ઈનોવેશન પ્રત્યે લુબ્રિઝોલની કટિબદ્ધતા ભારતમાં લુબ્રિઝોલના કાયદા જૂના વારસાનો સક્રિય ભાગ રહી છે. દાખલા તરીકે લુબ્રિઝોલે 25 વર્ષ પૂર્વે ભારતમાં સીપીવીસી પાઈપિંગ રજૂ કર્યું હતું, જે પ્રદેશમાં હજારો લોકો માટે સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડે છે. આજે પ્રદેશ સીપીવીસી ટેકનોલોજીમાં વૈશ્વિક આગેવાન છે. લુબ્રિઝોલના ઈન્ડિયા બાર સોપ સીઓઈએ બાર સોપની માળખાકીય અખંડતા અને સક્ષમતા સુધારવામાં મદદ કરી હોઈ સોપ વધુ ચાલે અને ઓછું પાણી ઉપયોગ કરે, અગ્રણી વૈશ્વિક બ્રાન્ડ્સ પાસેથી સન્માન પ્રાપ્ત કરે તેની ખાતરી રાખે છે. ઊભરતા નિયામક ફેરફારો અને પરિવહનમાં પ્રવાહોને ટેકો આપવા માટે કંપની પાસે ભાવિ પેઢીના એડિટિવ સોલ્યુશન્સ પર કેન્દ્રિત વિવિધ ઈન-રિજન ઈનોવેટર્સ પણ ધરાવે છે.
લુબ્રિઝોલના ટેકનોલોજી અને ઈનોવેશન સેન્ટર દ્વારા ઘોષણા ઘણી બધી લુબ્રિઝોલની રોકાણ ઘોષણાઓ પછી આવી પડી છે, જેમાં છેલ્લા 18 મહિનામાં ભારતમાં 530 મિલિયન યુએસ ડોલરથી વધુની કટિબદ્ધતાનો સમાવેશ થાય છે. આમાં પ્રદેશના વધતા પરિવહન અને ઔદ્યોગિક બજારોને ટેકો આપવા અને દુનિયામાં સૌથી વિશાળ સીપીવીસી રેઝિન પ્લાન્ટ* નિર્માણ કરવા જોડાણ કરવા ટેકો આપવા વૈશ્વિક સ્તરે કંપનીનું દ્વિતીય સૌથી વિશાળ ઉત્પાદન એકમ નિર્માણ કરવાની યોજના સાથે પ્રદેશમાં લુબ્રિઝોલની ઉત્પાદન ક્ષમતા વધારવાનો સમાવેશ થાય છે. કંપનીમાં ગયા વર્ષે પુણેમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પણ શરૂ કર્યું છે, તેના દહેજ, ગુજરાત ખાતે ઉત્પાદન સાઈટમાં ક્ષમતા બેગણી કરી છે અને અનેક અન્ય પ્રોજેકટો જાહેર કર્યા છે. નવું લુબ્રિઝોલ ટેકનોલોજી અને ઈનોવેશન સેન્ટરે ભારતમાં લુબ્રિઝોલનું નેટવર્ક વિસ્તારવાનું ચાલુ રાખ્યું છે.