પોરબંદરમાં પ્રેમીએ સળગાવી દીધી પ્રેમિકાની સ્કૂટી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પોરબંદર : પોરબંદરમાં ચોંકાવનારી ઘટના આવી સામે આવી છે. પ્રેમીએ પ્રેમિકાની સ્કૂટીને આગ લગાડી હોવાની ઘટના સામે આવી છે. જેના પગલે યુવતીએ તેના પ્રેમી અને તેના મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોરબંદરમાં ચોંકાવનારી ઘટના આવી સામે આવી છે. પોરબંદરમાં એક પ્રેમીએ પ્રેમિકાની એક સામાન્ય વાતને લઇને જ પ્રેમિકાની સ્કૂટીને આગ લગાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. ઘટનામાં પ્રેમિકાની સ્કૂટી બળીને ખાખ થઇ ગઇ છે. મળતી માહિતી અનુસાર પ્રેમિકાના ઘરે ગયેલો પ્રેમી કુખ્યાત ગેંગનો સાગરીત છે. ભાવેશ્વર મંદિર પાસે રહેતી પ્રેમિકાને યુવક મળવા ગયો હતો. ત્યારે યુવતીનો પ્રેમી મિત્ર સાથે ઘરે આવી સ્કુટીને આગ લગાડી હતી. પ્રેમીના મિત્રો હથિયાર સાથે લઇને આવ્યો હોવાનું સામે આવ્યુ હતુ. યુવતીએ ઘરનો દરવાજાે ન ખોલતા પ્રેમીને ગુસ્સો આવતા સ્કૂટીને આગ લગાવી હતી. જેના પગલે પ્રેમી અને તેના મિત્ર વિરુદ્ધ પ્રેમિકાએ ફરિયાદ નોંધાવી છે. એક આરોપીની અનેક ગુનામાં સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે કોટડા ગેંગનો સાગરીતે પ્રેમિકા સાથે અનેક વખત ઝઘડો કરતો હોવાનું સામે આવ્યુ છે.

Share This Article