ઇન્ટરનેટ અને સોશિયલ મિડિયાના વધતા જતા પ્રભાવના કારણે કેટલાક બનાવો એવા બની રહ્યા છે જે તમામને ચોંકાવી રહ્યા છે. નેટ પર હવે પ્રેમની જાળ બિછાવીને ફસાવવાના પ્રયાસ મોટા પાયે કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની જાળથી દુર રહેવાની જરૂર છે. કારણ કે જાળમાં ફસાવી લીધા બાદ બ્લેકમેલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો આના શિકાર પણ થઇ ચુક્યા છે. નેટના કારણે જુદી જુદી સુવિધા વધી રહી છે. આના કારણે વ્યક્તિની લાઇફ સરળ બની રહી છે. સમય પર બચી રહ્યો છે. તમામ બાબતો વધારે સરળ બનતા નેટ હવે આદર્શ અને આશિર્વાદ સમાન છે.
જો કે નવી નવી સુવિધાના કારણે કેટલાક દુષણ પણ ઉમેરાતા જાય છે. ઠગાઇ અને છેતરપિડીંના બનાવો સતત વધી રહ્યા છે. ઇન્ટરનેટ પર ફેલાયેલી પ્રેમજાળમાં લોકો ફસાઇ રહ્યા છે.ઇન્ટરનેટ આધુનિક સમયમાં વાતચીત અને સંપર્ક માટેના મુખ્ય માધ્યમ તરીકે છે. પરંતુ ઇન્ટરનેટના કારણે ઘણા લોકો મુશ્કેલીમાં પણ મુકાઇ રહ્યાં છે. ઇન્ટરનેટ પર પ્રેમની જાળમાં મોટી સંખ્યામાં લોકો ફસાઇ રહ્યાં છે. ઇન્ટરનેટ મારફતે પ્રેમના સકંજામાં ફસાવી લઇને છેતરપિંડીના મામલાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. સિંગાપુરમાં સૌથી વધુ આ ક્રેઝ જાવા મળી રહ્યો છે. સિંગાપુરમાં ગયા વર્ષે આવા મામલામાં ત્રણ ગણો વધારો થયો છે. અને બે કરોડ ૩૦ લાખ સિંગાપુરી ડોલરની રકમની છેતરપિંડી થઇ છે. આ પ્રકારના અપરાધોની સંખ્યા વધતા વહિવટી તંત્ર પણ ચિંતિત છે. પરંતુ ઇન્ટરનેટ પર પ્રેમની આ જાળને રોકવાની બાબત મુશ્કેલ રૂપ છે. વ્યાપક જનજાગૃતિ છતા યુવા પેઢી ઇન્ટરનેટ મારફતે સંપર્કમાં આવી રહી છે. મિડીયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા ૨૦ વર્ષના ગાળા દરમિયાન અપરાધનો ગ્રાફ નીચે ગયો છે. પરંતુ ઇન્ટરનેટ મારફતે છેતરપિંડીના કેસોમાં સતત વધારો થયો છે.
પોલીસને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પોલીસ કાર્યવાહીના કારણે અપરાધ અને ખાસ કરીને હત્યા, લૂંટ અને હિંસાઓના મામલાઓમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ ૧૯૯૨માં સૌથી વધુ ૧૩૭૩ કેસ હતા. ગયા વર્ષે ઇન્ટરનેટ પર પ્રેમની જાળમાં ફસાઇને છેતરપિંડીનો શિકાર થયેલા લોકોના ૬૨ કેસ હતા. જ્યારે વર્ષ ૨૦૧૦માં આ આંકડો ઓછો હતો. જે સાબિત કરે છે કે, ઇન્ટરનેટ પર પ્રેમના સકંજામાં ફસાવતા ઘણાં લોકો પણ સક્રિય થયા છે. નેટ પર ફેલાયેલી પ્રેમજાળમાં સમાજના જુદા જુદા ક્ષેત્ર સાથે જાડાયેલા લોકો ફસાઇ રહ્યા છે. તેમની પાસે જુદી જુદી પ્રેમન લાલચ આવે છે. જેમાં તેઓ ફસાઇ જાય છે. પ્રેમપ્રકરણ ઉપરાંત ઠગાઇના કેસો પણ સતત વધી રહ્યા છે. લોકોની સંપત્તિને નેટ માધ્યમિકથી માહિતી મેળવી લીધા બાદ ખેંચી લેવામાં આવે છે. આ તમામ પ્રકારની ગતિવધી જોવા મળે છે. સાયબર અપરાધમાં પણ વધારો થઇ રહ્યો છે. જે પોલીસ પણ પડકારરૂપ છે. પોલીસ દ્વારા આ પ્રકારના અપરાધને રોકવા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી હોવા છતાં અપરાધ વધી રહ્યા છે. સાયબર સેલ મદદ માટે સક્રિય છે.