લવ સોનિયાને પ્રથમ દિવસે આશાસ્પદ પ્રતિસાદ નહીં જ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇઃ બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકેની છાપ ધરાવતી અભિનેત્રી રિચા ચડ્ડાની નવી ફિલ્મ લવ સોનિયા ગઇકાલે રજૂ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે જ ફિલ્મને અપેક્ષા મુજબની સફળતા મળી ન હતી. સવારના શોમાં ચાહકો ફિલ્મને લઇને ઉત્સુક દેખાયા ન હતા. જો કે ફિલ્મ સફળ થશે તેવો દાવો ફિલ્મની મુખ્ય અભિનેત્રી રિચા ચડ્ડા દ્વારા કરવામાં આવ્યો છે. તેનુ કહેવુ છે કે ફિલ્મમાં તમામ કલાકારોએ દમદાર ભૂમિકા અદા કરી છે.

ફિલ્મમાં હોલિવુડ સ્ટાર અભિનેત્રી ફ્રિડા પિન્ટો પણ કામ કરી રહી છે. ફિલ્મમાં કેટલીક નવી અભિનેત્રીઓને પણ લેવામાં આવી છે. લોકોને છેલ્લે સુધી પકડી રાખે તેવી આ ફિલ્મ છે. માનવ તસ્કરી પર આધારિત આ ફિલ્મ સમાજને વાસ્તવિકતાથી વાકેફ કરાવી રહી છે.  નિર્દેશક તબરેજ નુરાની દ્વારા આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે.

લવ સોનિયામાં પ્રમુખ ભૂમિકા અદા કરી રહેલી રિચાએ કહ્યુ છે કે ફિલ્મમાં કામ કર્યા બાદ તે ભારે ખુશ છે. ફિલ્મ સમાજને એક એવા વિષયથી વાકેફ કરાવશે જે કડવી વાસ્તવિકતા તરીકે છે. રિચા આ  ફિલ્મમાં ખુબ બોલ્ડ રોલમાં નજરે પડી રહી છે.

તે પ્રથમ વખત આ પ્રકારની પડકારરૂપ ભૂમિકામાં નજરે પડી છે.  લવ સોનિયાના સંબંધમાં રિચાએ કહ્યુ છે કે નિર્દેશક તબરેજ નુરાની પોતાના કામ પ્રત્યે હમેંશા સમર્પિત રહે છે. તેમની સાથે કામ કરીને તે ભારે ખુશ છે. તેમની પાસેથી અનેક નવી બાબતો જાણવા મળી છે. સમાજમાં કેટલીક નબળાઇ પણ આ ફિલ્મમાં દર્શાવાઇ છે.

લવ સોનિયાના વિષયને લઇને રિચાએ કહ્યુ છે કે તે આ ફિલ્મના વિષયને લઇને પહેલાથી જ ઉત્સુક હતી. પોતાના રોલના સંબંધમાં વાત કરતા રિચાએ કહ્યુ હતુ કે તેની ભૂમિકા ફિલ્મમાં ખુબ ટફ છે.  ફિલ્મમાં તે એક પ્રોસ્ટીટ્યુશનની ભૂમિકા અદા કરી રહી છે. ફિલ્મની પટકથા તેના રોલની આસપાસ ફરે છે. રિચા પોતાની અન્ય ફિલ્મોને લઇને પણ આશાવાદી છે.

Share This Article