નવીદિલ્હી : ખુબસુરત દેખાવવા માટે દુનિયાભરમાં મહિલાઓ જ નહીં બલ્કે પુરુષો પણ સાંદર્ય સાધનોનો ઉપયોગ કરે છે. ક્રિમ, શેમ્પૂ અને હેર કલરન દુનિયામાં પ્રભુત્વ ધરાવનાર ફ્રાંસની કંપની લોરિયલની માલિક દુનિયાની સૌથી અમીર મહિલા તરીકે ઉભરી આવી છે. ફ્રાંસ્વા બેટનકોર્ટની સંપત્તિ ૫૧ અબજ ડોલરની આસપાસ પહોંચી ચુકી છે.