દિશા પટણીના ચહેરાને જોઈને યૂઝર્સે કહ્યું પ્લાસ્ટિક સર્જરીની દુકાન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અપકમિંગ બોલિવૂડ ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સનું ટ્રેલર આવી ગયું છે. મોહિત સૂરી ડિરેક્ટેડ આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, અર્જુન કપૂર, દિશા પટણી અને તારા સુતરિયા મુખ્ય રોલમાં જોવા મળશે. ત્યારે ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ની રિલીઝ પહેલા તેના ટ્રેલર લૉન્ચ દરમિયાન જ્હોન અબ્રાહમ, અર્જુન કપૂર, દિશા પટણી અને તારા સુતરિયાએ મીડિયા સાથે ખાસ્સી વાતચીત કરી હતી. જ્યારે આ ફિલ્મના કલાકારોની મીડિયા સાથેની વાતચીત ચાલુ હતી ત્યારે જ ત્યાં હાજર લોકોની નજર દિશા પટણી પર ગઈ. બોલિવૂડ ફિલ્મ એક વિલન રિટર્ન્સ’ના ટ્રેલર લૉન્ચ દરમિયાન એક્ટ્રેસ દિશા પટણી લૉન્ગ ફિટેડ સ્કર્ટ, ક્રોપ ટૉપ પહેરીને પહોંચી હતી.

બ્લેક કલરના આઉટફિટ, ગ્લોસી મેકઅપ અને ઓપન હેરસ્ટાઈલમાં એક્ટ્રેસ દિશા પટણી ખૂબ જ સુંદર જોવા મળી રહી હતી. પણ, આ દરમિયાન ત્યાં હાજર કેટલાંક લોકોએ એવો દાવો કર્યો કે દિશા પટણીએ નાક અને લિપની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. ત્યાં દિશા પટણીને જોતાં એક યૂઝરે એવું પણ કહ્યું કે ‘આ તો પ્લાસ્ટિક સર્જરીની દુકાન છે’. જેથી ફરી એકવખત દિશા પટણી ટ્રોલર્સના નિશાને આવી ગઈ છે. તો શું હવે દિશા પટણીએ લિપ અને નાકની સર્જરી કરાવી છે કે પછી કેમેરા લાઈટ્‌સના કારણે તે આ પ્રકારે દેખાઈ રહી છે? તે વિશે હજુ કશું પણ કહેવું ઉતાવળથી ભરેલું હશે. પણ, ‘એક વિલન રિટર્ન્સ’ ફિલ્મમાં પહેલી વખત દિશા પટણી થોડું નકારાત્મક પ્રકારનું પાત્ર ભજવવા જઈ રહી છે. જેમાં તેને જોવી પણ રોમાંચક હશે. અહીં નોંધનીય છે કે ‘એક વિલન રિટર્ન્સ’ ફિલ્મ તે વર્ષ ૨૦૧૪માં આવેલી ફિલ્મ ‘એક વિલન’ની સિક્વલ છે. ‘એક વિલન રિટર્ન્સ’ તારીખ ૨૯ જુલાઈ, ૨૦૨૨ના દિવસે રિલીઝ થશે. ‘એક વિલન રિટર્ન્સ’માં અંકિત તિવારી, તનિષ્ક બાગચી અને કૌશિક-ગુડ્ડુએ મ્યુઝિક આપ્યું છે. જ્યારે તેનો બેકગ્રાઉન્ડ સ્કોર રાજુ સિંહે કમ્પોઝ કર્યો છે. ‘એક વિલન રિટર્ન્સ’ એ એક્શન થ્રિલર ફિલ્મ છે. જેનો સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ અસીમ અરોરાએ લખ્યા છે.

Share This Article