નવી દિલ્હી: ૧૭મી લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. સાતમાં અને અંતિમ તબક્કામાં મતદાન બાદ લાંબી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. વર્ષ ૨૦૧૪ની સરખામણીમાં વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં એકંદરે ૨ ટકા ઓછુ મતદાન થયું છે. મહિલા મતદારોની સંખ્યા પણ ઉલ્લેખનીય રીતે વધી ગઈ છે. જુદી જુદી લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો ૨૦૧૪ની ચૂંટણીમાં ૮૩.૪ કરોડ મતદારો નોધાયા હતા.
આ મતદારો પૈકી વોટરની સંખ્યા ૫૫.૩ કરોડ રહી હતી. જ્યારે મતદાનની ટકાવારી વર્ષ ૨૦૧૪માં ૬૬.૩ ટકા નોંધાઈ હતી.જેની સરખામણીમાં આ વખતે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા ૯૧ કરોડ નોંધાઈ હતી. જે પૈકી ૫૮.૪ કરોડ મતદારો દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.જ્યારે મતદાનની ટકાવારી ૬૪.૨ ટકા રહી છે. એકદંરે ૨૦૧૪ની સરખામણીમાં ૨૦૧૯માં મતદાનની ટકાવારી ૨ ટકા ઓછી રહી છે. મધ્યપ્રદેશમાં વધારે મતદાન થયું છે. તેલગાળા અને પંજાબમાં ઓછુ મતદાન થયું છે. જ્યારે મધ્યપ્રદેશ અને હિંમાચલ પ્રદેશમાં ૨૦૧૪ની સરખામણીમાં વધારે મતદાન થયું છે. એકંદરે ૨૦૨૭ બેઠકો પર મતદાનની ટકાવારી ૨૦૧૪ કરતા વધારે રહી હતી. જ્યારે ૩૧૫માં મતદાન વધારે થયું છે.
પુરૂષ અને મહિલા મતદારોની વચ્ચે મતદાનમાં અંતર વધારે રહ્યું નથી. ૨૦૧૪માં આ અંતર ઘટીને ખુબ નીચે સપાટીએ પહોંચી ગયું છે. પુરૂષો કરતા મહિલાઓ માત્ર ૦.૪ ટકા પાછળ રહી છે. ચૂંટણી પંચના કહેવા મુજબ મતદાન એકંદરે શાંતિ પૂર્ણ રહ્યું છે. ૨૦૧૪માં ૬૪.૬૩ લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ ૫૯ સીટ ઉપર છેલ્લા તબક્કામાં કર્યું હતું. હિમાચલ પ્રદેશમાં કિન્નોર જિલ્લામાં કાલપા બુથ ઉપર ૧૦૨ વર્ષના શ્યામ શરણ મેગીએ સ્વતંત્ર ભારતના પ્રથમ વોટર તરીકે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૩૨મી વખતે મેગીએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આવી જ રીતે અનેક વખત નવા ઘટનાક્રમ જોવા મળ્યા હતા.