નવી દિલ્હી: લોકસભા ચૂંટણી ૨૦૧૯ને લઇને વધારે સમય રહ્યો નથી ત્યારે તમામ રાજકીય પક્ષો પોત પોતાની વ્યુહરચના ઘડી કાઢવામાં વ્યસ્ત બનેલા છે. હવે એનસીપીના નેતા શરદ પવારે વર્ષ ૨૦૧૯ માટે વિપક્ષની રણનિતીમાં ફેરફાર કરીને કહ્યુ છે કે ક્ષેત્રીય પાર્ટીના ગઠબંધનને ભાજપના વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવનાર છે. જા કે આ ગઠબંધનનુ નેતૃત્વ કોણ કરશે તેને લઇને હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. તેમનુ કહેવુ છે કે ચૂંટણી બાદ જ આ બાબત નક્કી કરવામાં આવનાર છે. તેમણે કહ્યુ હતુ કે મહારાષ્ટ્રની ૪૦ લોકસભા સીટો પર કોંગ્રેસની સાથે એનસીપીની સહમતી થઇ ચુકી છે.
ઔરંગાબાદમાં પોતાના પ્રવાસ દરમિયાન શરદ પવારે કહ્યુ હતુ કે તેઓ પહેલાથી જ તમામ વિપક્ષી પાર્ટીઓને સાવધાનીથી ચાલવા અને ક્ષેત્રીય તાકાતને રજૂ કરવા માટે કામ કરી રહ્યા છે. એકબીજાની શક્તિ પર વિચારણા કરવા માટેફોર્મ્યુલા તેઓ આપી રહ્યા હોવાનો દાવો પવારે કર્યો હતો. પવાર કહે છે કે ડીએમકેને તમિળનાડુમાં નેતૃત્વ કરવુ જાઇએ. કોંગ્રેસને કર્ણાટક અને ગુજરાતમાં નેતૃત્વ કરવુ જાઇએ. જ્યારે ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી તેમજ બહુજન સમાજ પાર્ટીએ નેતૃત્વ કરવાની જરૂર છે.
વરિષ્ઠ નેતા પવારે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી કોંગ્રેસની સાથે મહારાષ્ટ્રમાં ૪૦ લોકસભા સીટ પર લડશે. જ્યારે અન્ય આઠ બેઠકો પર હાલમાં વાતચીત ચાલી રહી છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની સાથે મળીને એકબે સીટ પર વિવાદનો ઉકેલ તેઓ લાવશે. તેમણે કહ્યુ હતુ કે પુણેમાં અમારી પાસે ત્રણ સીટ પહેલાથી જ રહેલી છે. લોકસભાની ચૂંટણી આ વખતે ભાજપ માટે પણ પડકાર રૂપ રહેનાર છે. કારણ કે વિરોધ પક્ષો આ વખતે મોટા ભાગે એક સાથે આવનાર છે