નવીદિલ્હી : લોકસભાની ચૂંટણી ક્યારે યોજાશે તેને લઇને ચાલી રહેલી અટકળો વચ્ચે હવે એવા સમાચાર મળી રહ્યા છે કે, લોકસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત માર્ચના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવી શકે છે. વર્તમાન લોકસભાની અવધિ ત્રીજી જૂનના દિવસે પૂર્ણ થઇ રહી છે. સામાન્ય ચૂંટણી કેટલા તબક્કામાં અને કેટલા મહિનામાં યોજાશે તેને લઇને હજુ સુધી ચૂંટણી પંચમાં નિર્ણયની પ્રક્રિયા ચાલી રહી છે. ચૂંટણીમાં કેટલા તબક્કા રહેશે તે સંદર્ભમાં માહિતી મળી શકી નથી. સુરક્ષા દળોની ઉપલબ્ધતા અને અન્ય જરૂરિયાત ઉપર આ તબક્કા આધારિત રહેશે. સુત્રોનું કહેવું છે કે, દુનિયાના સૌથી મોટા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત માર્ચના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવી શકે છે. ચૂંટણી પંચ છેલ્લી વખતની જેમ જ આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે જ યોજશે.
જમ્મુ કાશ્મીરની વિધાનસભા ભંગ થઇ ચુકી છે જેથી ચૂંટણી પંચને છ મહિનાની અંદર અહીં પણ ચૂંટણી કરાવવાની જરૂર છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા નવેમ્બર ૨૦૧૮માં ભંગ કરવામાં આવી હતી. ત્યાં મે ૨૦૧૯ સુધી ચૂંટણી યોજવામાં આવનાર છે. આવી Âસ્થતિમાં ચૂંટણી પંચ લોકસભાની સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની જાહેરાત પણ કરી શકે છે. જમ્મુ કાશ્મીરમાં મે પહેલા ચૂંટણી યોજવામાં આવી શકે છે પરંતુ ત્યાની જટિલ સુરક્ષા સ્થિતિ ચિંતા ઉપજાવે તે પ્રકારની છે. સામાન્ય પરિÂસ્થતિમાં જમ્મુ કાશ્મીર વિધાનસભાની અવધિ છ વર્ષની રહે છે. જે ૧૬મી માર્ચ ૨૦૨૧ના દિવસે પૂર્ણ થાય છે. અન્ય વિધાનસભા અને લોકસભાની અવધિ પાંચ વર્ષની હોય છે. સિક્કિમમાં વિધાનસભાની અવધિ ૨૭મી મે ૨૦૧૯ના દિવસે પૂર્ણ થઇ રહી છે જ્યારે આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, અરુણાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની અવધિ ક્રમશઃ ૧૮, ૧૧ અને પહેલી જૂનના દિવસે પૂર્ણ થઇ રહી છે. ૨૦૦૪માં ચૂંટણી પંચે ૨૯મી ફેબ્રુઆરીના દિવસે લોકસભાની ચૂંટણી ચાર તબક્કામાં યોજવાની જાહેરાત કરી હતી.
તે વખતે પ્રથમ તબક્કામાં ૨૦મી એપ્રિલના દિવસે અને છેલ્લા તબક્કામાં ૧૦મી મેના દિવસે મતદાન થયું હતું જ્યારે ૨૦૦૯માં ચૂંટણી પંચે બીજી માર્ચના દિવસે લોકસભા ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરી હતી. એ વખતે પાંચ તબક્કામાં ચૂંટણી યોજવામાં આવી હતી. ૧૬મી એપ્રિલથી લઇને ૧૩મી મે સુધી મતદાનની પ્રક્રિયા ચાલી હતી. આવી જરીતે ૨૦૧૪માં ચૂંટણી પંચે પાંચમી માર્ચના દિવસે લોકસભા ચૂંટણી માટેની તારીખોની જાહેરાત કરી હતી. છેલ્લી વખતે સામાન્ય ચૂંટણી નવ તબક્કામાં યોજાઈ હતી અને એપ્રિલ અને મે મહિના સુધી ચૂંટણી પ્રક્રિયા ચાલી હતી. પહેલા તબક્કા માટે મતદાન ૭મી એપ્રિલના દિવસે અને અંતિમ તબક્કા માટે મતદાન ૧૨મી મેના દિવસે યોજાયું હતું.