નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં આ વખતે ૮૦૨૬ ઉમેદવારો તેમની ડિપોઝિટ પણ બચાવી શક્યા ન હતા. એટલે કે આ ઉમેદવારોએ તેમની ડિપોઝિટની રકમ ગુમાવી દીધી હતી. કુલ ઉમેદવારો પૈકી આવા ઉમેદવારોની સંખ્યા ૮૬ ટકા જેટલી નોંધાઇ હતી. ચૂંટણી પંચ તરફથી લોકસભા ચૂંટણી યોજાયાને થોડોક સમય થયા બાદ આજે આ મુજબની માહિતી આપી હતી. છેલ્લી લોકસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારી ૬૭.૪ ટકાની આસપાસ રહી હતી. જે લોકસભાની ચૂંટણીના ઇતિહાસમાં આ આંકડો સૌથી વધારે રહ્યો છે. ૩૦૩ સીટો પર જીત મેળવનાર ભારતીય જનતા પાર્ટીના પણ ૫૧ ઉમેદવારો તેમની જામીન બચાવી શક્યા ન હતા. પંચના હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે લોકસભાની ચૂંટણીમાં ૮૬ ટકા ઉમેદવારો એવા રહ્યા છે જે નિરાશાજનક દેખાવ કરી શક્યા છે. બીજી બાજુ ૮૦૨૬ ઉમેદવારોને લઇને આંકડા જારી કરવામાં આવ્યા છે.
ચૂંટણી પંચના હેવાલ મુજબ દેશની ૫૪૨ લોકસભા સીટને આમાં સામેલ કરવામાં આવી છે. વેલ્લોરને તેમાં સામેલ કરવામાં આવી નથી. વેલ્લોરમાં ચૂંટણી રદ કરી દેવામાં આવી હતી. હારી ગયેલા ૭૪૮૪ ઉમેદવારોમાથી ૫૮૭ ઉમેદવારો એવા રહ્યા હતા જે પોતાની ડિપોઝિટ રકમને બચાવી શક્યા હતા. ૩૮૩ લોકસભા સીટો પર ચૂંટણી લડનાર બહુજન સમાજપાર્ટીના ૩૪૫ ઉમેદવારો લોકસભા ચૂંટણીમાં તેમની ડિપોઝિટ બચાવી શક્યા નથી. ૪૨૧ પૈકી કોંગ્રેસના ૧૪૮ અને સીપીએમના ૬૯ પૈકી ૫૧ ઉમેદવારો જામીન બચાવી શક્યા ન હતા.સીપીઇના ૪૯ પૈકી ૪૧, એનસીપીના ૩૪ પૈકી ૧૪ અને ટીએમસીના ૬૨ ઉમેદવારોએ તેમની ડિપોઝિટ ગુમાવી દીધી હતી. ૩૦૩ સીટો પર જીત હાંસલ કરનાર ભારતીય જનતા પાર્ટીના ૫૧ ઉમેદવારો પણ ડિપોઝિટ જાળવી શક્યા ન હતા. ચૂંટણી પંચ તરફથી જારી કરવામાં આવેલા આંકડામાં કહેવામાં આવ્યુ છે કે ભાજપને ૩૭.૭૬ ટકા મત મળ્યા હતા. કોંગ્રેસને ૧૯.૭ ટકા મત મળ્યા હતા. ટીએમસીને ૪.૧૧ ટકા મત મળ્યા હતા.
આવી જ રીતે બસપને ૩.૬૭ ટકા મત મળ્યા હતા. મતદાન કરવાની બાબત પર ધ્યાન આપવામાં આવે તો મહિલાઓ પુરૂષ કરતા વધારે આગળ રહ્યા છે. ૬૭.૧૮ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જાળવી શક્યા ન હતા. ચૂંટણી પંચ તરફથી જારી કરવામાં આવેલા આંકડામાં કહેવામાં આવ્યુ છે કે ભાજપને ૩૭.૭૬ ટકા મત મળ્યા હતા. કોંગ્રેસને ૧૯.૭ ટકા મત મળ્યા હતા. ટીએમસીને ૪.૧૧ ટકા મત મળ્યા હતા. આવી જ રીતે બસપને ૩.૬૭ ટકા મત મળ્યા હતા. મતદાન કરવાની બાબત પર ધ્યાન આપવામાં આવે તો મહિલાઓ પુરૂષ કરતા વધારે આગળ રહ્યા છે. ૬૭.૧૮ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.