લખનૌ: જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પાર્ટીઓની તૈયારી પણ ઉત્તરપ્રદેશમાં વધુને વધુ તીવ્ર બની રહી છે. આ વખતે તમામ તાકાત પક્ષોએ દલિતો, ઓબીસી પર કેન્દ્રિત કરી દીધી છે. આ તમામને પ્રભાવિત કરવા માટે તેમની વચ્ચે ગળા કાપ સ્પર્ધા ચાલી રહી છે. તમામ પાર્ટી આ બંને વર્ગને પોતાની તરફેણમાં કરવા માટે તમામ પ્રયાસ કરે છે.
બીજી બાજુ ભાજપ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીથી આગળ છે. કર્પુરી, સુહેલદેવ અને કબીર ભાજપની તરફેણમાં આવી રહ્યા હોવાના હેવાલ મળી રહ્યા છે. ભાજપ હવે આ તમામને લઇને વર્ષ ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં ગણિત બેસાડી દેવામાં લાગેલી છે. રાજા સુહેલદેવને લઇને ભાજપ દલિત વર્ગના વોટ બેંક પર નજર કેન્દ્રિત કરે છે.
બુધવારના દિવસે આયોજિત કરવામાં આવેલા રાજભર સંમેલનમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પોતે હાજર રહ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે આજની પેઢી માટે મહારાજા સુહેલદેવે મહેમુદ ગજનવીના ભત્રીજા સૈયદ સાલાર મસુદ ગાજીને મારીને હિન્દુ ધર્મની સુરક્ષા કરી હતી. તેમની ગાથા આજે પણ ચિત્તોડની માટીમાં ગાવવામાં આવે છે. બહરાઇચના ચિત્તોડની માટીમાં સુહેલદેવની ગાથા સાંભળવા મળે છે. ત્યાં હવે સુહેલદેવના ભારત વિજય સ્મારક બનાવવા માટેની તૈયારી કરવામાં આવી છે. છેલ્લે ૨૮મી જુનના દિવસે ભાજપ દ્વારા આયોજિત કરવામાં આવેલી વિરાટ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કબીરના ગુણગાન પણ કર્યા હતા.
ઉત્તરપ્રદેશમાં દલિતની મત હિસ્સેદારી ૨૫ ટકા છે. જ્યારે મત હિસ્સેદારી ૩૫ ટકા છે. જો આ પૈકી ૫૦ ટકા મત પણ મળી જાય તો તેના ખાતામાં ૮૦ સીટ પૈકી ૬૦થી ૭૦ ટકા સીટ જઇ શકે છે. ભાજપે બુધવારના દિવસે રાજભર સમાજના સંમેલનમાં સક્રિય રીતે ભાગ લઇને કેટલાક સંકેત આપી દીધા હતા. બીજી બાજુ ગુરૂવારના દિવસે વાળંદ, સવિતા, ઠાકુર અને સેન જાતિઓના સામાજિક સંમેલનોનુ આયોજન પાટનગર લખનૌમાં કરવામાં આવ્યુ હતુ. આ તમામ સામાજિક સંમેલનમાં તેમના પ્રતિનિધીઓને હાજર રાખવામાં આવ્યા હતા. ૨૫મી ઓગષ્ટના દિવસે નિષાદ, કશ્યપ, બિન્દ, કેવટ, કહાર જાતિઓના સામાજિક સંમેલનો યોજાનાર છે. પ્રદેશ સ્તર પર આ પ્રકારના કાર્યક્રમો યોજ્યા બાદ વિધાનસભા અને લોકસભાના તમામ ક્ષેત્રમા પણ આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવનાર છે. પાર્ટીની રણનિતી પછાતની સાથે સાથે દલિતોના જુદા જુદા વર્ગના લોકો સાથે પણ બેઠક કરવામાં આવનાર છે. ભાજપની નજર સામાન્ય વર્ગના એવા લોકો પર પણ છે જે જુદા જુદા કારોબાર સાથે જોડાયેલા છે. આ લોકો માટે પણ સંમેલન યોજવામાં આવનાર છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના મોહરા ભાજપના સમીકરણને બગાડી ન શકે તે માટે યોજના તૈયાર કરવામાં આવી રહી છે.
ભાજપે ખેતી કરનાર અને પ્રોફેશનલ બંને વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરી દીધુ છે. કૈશવ પ્રસાદ મૌર્યે વર્ષ ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીમાં પછાત વર્ગને ભાજપની સાથે જોડી દેવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. આ વખતે પણ આવી જ તૈયારી કરવામાં આવી રહી છે. આ વખતે ભાજપે પછાત જાતિઓના સહારે પોતાની ચૂંટણી નૌકાને પાર લગાવી દેવા માટેની તૈયારી કરી છે.. પછાત જાતિના કુલ ૩૫ ટકા મત છે. જેમાં ૧૩ ટકા યાદવ, ૧૨ ટકા કુમી, ૧૦ ટકા અન્ય જાતિઓ છે. પછાત જાતિઓના ૫૦ ટકા મત પણ મળે છે તો તેની જીત પાકી થઇ જાય છે તેમ રાજકીય પંડિતો નક્કરપણે માને છે.
ઉત્તરપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી પણ પોત પોતાની રીતે દલિતો અને ઓબીસીને લઇને પગલા લઇ રહ્યા છે પરંતુ હાલની સ્થિતીમાં ભાજપ સૌથી આગળ છે. માયાવતીની હાલત કફોડી બની ચુકી છે. આવી સ્થિતીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી તેમજ કોંગ્રેસ સાથે મળીને આગળ વધવા માટે સજ્જ છે.