નવી દિલ્હી : ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી લોકસભાની ૧૧૬ બેઠકો પર ત્રીજા તબક્કાની ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. આની સાથે જ હવે ૩૦૨ સીટ પર લોકસભાની ચૂંટણી માટેની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. આજે ત્રીજા તબક્કામાં મતદાન પૂર્ણ થતાંની સાથે જ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, ભાજપ પ્રમુખ અમિત શાહ સહિત ૧૬૧૨ ઉમેદવારના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. આજે તમામ રાજ્યોમાં ઉંચુ મતદાન થયું હતું. મતદાનની સાથે સાથે નીચે મુજબ છે.
- ત્રીજા તબક્કાની ચૂંટણીમાં એકંદરે ૬૩થી ૬૫ ટકા મતદાન નોંધાયું
- ત્રીજા તબક્કામાં આસામમાં ૭૮, ગોવામાં ૭૧, ગુજરાતમાં ૬૨, કર્ણાટકમાં ૬૪, કેરળમાં ૭૦ ટકાથી ઉંચુ મતદાન થયું
- ત્રીજા તબક્કામાં તમામ ૧૧૬ બેઠકો ઉપર શાંતિપૂર્ણરીતે મતદાન થયુ હોવાનો ચૂંટણી પંચ દ્વારા દાવો
- પ્રથમ તબક્કામાં ૬૯.૪૫ અને બીજા તબક્કામાં ૬૯.૪૩ ટકા મતદાન થયા બાદ ત્રીજા તબક્કામાં પ્રમાણમાં ઓછુ મતદાન
- ગૌત્તમ ગંભીરે પૂર્વીય દિલ્હીમાંથી ઉમેદવારીપત્ર દાખલ કર્યું
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, અરૂણ જેટલી, વિજય રૂપાણી, નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા, કેશુભાઈ પટેલ, રાજ્યપાલ ઓપી કોહલી સહિતના દિગ્ગજા દ્વારા મતદાન કરવામાં આવ્યુ
- વડાપ્રધાન મોદીએ રાણીપની નિશાન હાઇસ્કુલમાં મતદાન કર્યુ
- મોદીના સ્વાગત માટે પહેલાથી જ ભાજપ પ્રમુખ અમિત શાહ અને તેમના પરિવારના સભ્યો મોટી સંખ્યામાં લોકોની સાથે હાજર રહ્યા
- ૧૧મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં, ૧૮મી એપ્રિલના દિવસે બીજા તબક્કામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયા બાદ ત્રીજા તબક્કામાં મતદાન
- ગુજરાતની તમામ ૨૬ લોકસભા સીટ પર મતદાન પૂર્ણ
- ગુજરાતમાં ગાંધીનગર સીટ સહિત કુલ ૩૭૧ ઉમેદવારોના ભાવિ મતદાન બાદ સીલ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહના પરિવાર સાથે થોડાક સમય વાતચીત કરતા દેખાયા
- ત્રીજા તબક્કામાં પણ શાંતિપૂર્ણ રીતે મતદાનને પાર પાડવા માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયાર કરી લેવામાં આવી હતી
- ત્રીજા તબક્કામાં ઉત્તરપ્રદેશની ૧૦ સીટ પર શાંતિપૂર્ણરીતે મતદાન પૂર્ણ. મુખ્ય સ્પર્ધા ભાજપ અને ગઠબંધન વચ્ચે છે
- બિહારમાં પાંચ સીટ પર મતદાન થયું. પાંચ સીટ પર ૮૨ ઉમેદવારો સીલ થયા. કુલ ૮૮.૩૧ લાખ મતદારો પૈકી મોટા ભાગના મતદારો બહાર નિકળ્યા
- લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી.ત્યારબાદથી મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે
- ત્રીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચારનો રવિવારના દિવસે અંત આવ્યો હતો
- લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી યોજનાર છે
- ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે.તમામ મતદારો પણ ઉત્સુક બન્યા
- તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી ચુકી છે. આનાથી વોટરો એ બાબતને જાણી શકશે કે, તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ.
- તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. અને ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે
- આ વખતે સામાન્ય ચૂંટણીમાં ૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
- ૨૦૧૪થી હજુ સુધી ૮.૪ કરોડ મતદારો વધ્યા છે. આમા પણ ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે.૨૦૧૪માં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.