ત્રીજા ચરણનુ ચિત્ર..   

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી :  ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી લોકસભાની ૧૧૬ બેઠકો પર ત્રીજા તબક્કાની ચૂંટણી  માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની શરૂઆત થઇ હતી. સવારમાં જ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે બહાર નિકળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના તમામ દિગ્ગજ મતદાન કરવા માટે સંબંધિત મતદાન મથક પર પહોંચ્યા હતા.

આજે મતદાનની સાથે જ રાહુલ ગાંધી, અમિત શાહ સહિતના તમામ દિગ્ગજના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ત્રીજા તબક્કાના મતદાનની સાથે જ ૩૦૨ સીટ પર લોકસભાની ચૂંટણી માટેની પ્રક્રિયા આજે પૂર્ણ થનાર છે.  હજુ સુધી બે તબક્કામાં કુલ ૧૮૬ સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે.ત્રીજા તબક્કાનું ચૂંટણી ચિત્ર નીચે મુજબ છે.

 

ત્રીજા તબક્કામાં કુલ સીટો૧૧૬
ત્રીજા તબક્કામાં રાજ્યો૧૨
ત્રીજા તબક્કામાં કેન્દ્રશાસિત પ્રદેશ૦૨
કુલ ઉમેદવારના ભાવિ સીલ૧૬૧૨
રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારના ભાવિ સીલ૩૧૬
રાજ્ય પક્ષોના ઉમેદવારના ભાવિ સીલ૭૬
નોંધાયેલ બિનમાન્યતાપ્રાપ્ત પક્ષના ઉમેદવાર૪૯૬
અપક્ષ ઉમેદવારો મેદાનમાં૭૨૪
કરોડપતિ ઉમેદવારો મેદાનમાં૩૯૨
પાંચ કરોડથી વધુની સંપત્તિ ધરાવનાર ઉમેદવારો૧૬૦
દરેક ઉમેદવારની સરેરાશ સંપત્તિ૨.૯૫ કરોડ

 

Share This Article