લોકસભાની ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચારનો અંત આવ્યાબાદ રાજકીય પક્ષોએ અને અન્ય સંબંધિતોએ રાહતનો દમ લીધો છે. સત્તામાં આવવા માટે રાજકીય પક્ષોના નેતાઓને મતદારોને જે કહેવુ હતુ તે દોરનો હવે અંત આવી ગયો છે. રાજકીય નેતાઓની ઝંઝાવતી રેલી અને રોડ શોનો હવે અંત આવી ગયો છે. દેશમાં છેલ્લા બે મહિનાથી જારદાર રીતે ભાગદોડ મચેલી હતી. ભાગદોડ રોકાઇ જવાથી હવે તમામે રાહતનો દમ લીધો છે. છેલ્લા તબક્કાની ચૂંટણી માટે હવે રવિવારે એટલે કે આવતીકાલે મતદાન થનાર છે. મતદાન પૂર્ણ થયા બાદ એÂગ્ઝટ પોલના તારણ પણ જારી કરવામાં આવનાર છે. આની સાથે જ ૧૭મી લોકસભાની ચૂંટણી માટે છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી પ્રક્રિયા પર વિરામ મુકાઇ જશે. જનાદેશ ૨૩મી મેના દિવસે જાહેર કરવામાં આવનાર છે. આ લોકસભાની ચૂંટણી દરમિયાન સારા અને ખરાબ બંને પ્રકારના અનુભવ થયા છે. નેતાઓના આરોપો પ્રતિઆરોપોમાં તમામ પ્રકારની મર્યાદા તોડી નાંખવામાં આવી હતી.
ભાષાના લીરે લીરા ઉડાડી દેવામાં આવ્યા હતા. લોકોની વચ્ચે ઉમેદવારોના અસલી ચહેરા પણ સપાટી પર આવ્યા હતા. રાજકીય પક્ષોએ પોત પોતાના ઘોષણાપત્રમાં લાંબા લાંબા વચન પણ આપવામાં આવ્યા હતા. ઘોષણાપત્ર મારફતે લોકોને તેમની સમસ્યા દુર કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી. જા કે પ્રચારની આંધીમાં અંગત આરોપો વધારે છવાઇ ગયા હતા. જેના કારણે મુળભુત પ્રશ્નો દબાઇ ગયા હતા. મુળભુત પ્રશ્નો તો સામાન્ય રીતે ઓછા પ્રમાણમાં રજૂ કરવામાં આવ્યા હતા. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ વ્યÂક્તગત પ્રહારો કરવામાં આવ્યા હતા. સ્વસ્થ લોકશાહી માટે આ બાબતો બિલકુલ યોગ્ય ન હતી. પક્ષ અને વિપક્ષ બંને આ મામલે વિવાદમાં દેખાયા હતા. તેમની ભુલ દેખાઇ હતી.મર્યાદા ભંગ કરવામાં કોઇ પાછળ રહ્યા ન હતા.
શરૂઆતી તબક્કામાં કમજાર દેખાઇ રહેલા ચૂંટણી પંચને પણ છેલ્લે કઠોર કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. પહેલા અડધા ડઝન જેટલા નેતાઓના પ્રચાર પર ત્રણ દિવસ માટે બ્રેક મુકવામાં આવી હતી. બંગાળમાં જ્યારે હિંસાનુ પ્રમાણ વધી ગયુ ત્યારે ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી પંચે બંધારણની કલમ ૩૨૪નો ઉપયોગ કરીને કેટલાક પગલા લીધા હતા. જે પણ ઘટના બની તેને લોકશાહી માટે કોઇ રીતે યોગ્ય ગણી શકાય નહી. સભામાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. ગાળો ગળોજની ભરમાર રહી હતી. પેરાશુટ ઉમેદવારોના કારણે નિષ્ઠાવાન કાર્યકરોના નૈતિક જુસ્સાને નુકસાન પણ પહોંચાડયુ હતુ. અગ્રણી પાર્ટી પાસે યોગ્ય ઉમેદવારો ન હોવાની બાબત પણ સપાટી પર આવી હતી. ભારતીય રાજનીતિના જુદા જુદા ચહેરા નજરે પડ્યા હતા. જેમાં જાતિવાદ, વંશવાદ, ભાઇ ભત્રીજાવાદના મામલા પણ નજરે પડ્યા હતા. સારી બાબત એ રહી કે બંગાળ સિવાય દેશના તમામ ભાગોમાં સંપૂર્ણ શાંતિ સાથે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. લોકોને મતદાન કરવા માટે પ્રેરિત પણ કરવામાં આવ્યા હતા.