નવીદિલ્હી : હાઈપ્રોફાઇલ ગણાતી છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં ભાજપના પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. કારણ કે, છેલ્લી ચૂંટણીમાં આ તબક્કાની ચૂંટણીમાં તેની સ્થિતિ મજબૂત રહી હતી. આ તબક્કામાં આશરે ૧૦ કરોડ ૧૬ લાખથી વધુ મતદારો ચૂંટણી મેદાનમાં રહેલા અનેક દિગ્ગજો સહિત ૯૭૯ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરનાર છે. શાંતિપૂર્ણરીતે અને વ્યવસ્થિત મતદાનની ખાતરી કરવા માટે એક લાખ ૧૩ હજારથી વધારે મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.
સાથે સાથે ત્રિપુરામાં પણ ૧૬૮ મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે.આવતીકાલે છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં બિહારમાં આઠ, ઉત્તરપ્રદેશમાં ૧૪ સીટ પર મતદાન થનાર છે. દિલ્હીની તમામ સાતેય સીટ પર મતદાન થનાર છે. કોણ કોણ મહારથી મેદાનમાં છે તે નીચે મુજબ છે. છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં આ વખતે જે સીટ પર તમામની નજર કેન્દ્રિત રહેશે તેમાં આજમગઢ સીટનો સમાવેશ થાય છે. આ સીટ પર અખિલેશની સ્પર્ધા ભોજપુરી ફિલ્મના સુપરસ્ટાર દિનેશ લાલ સામે થનાર છે. ચૂંટણી મેદાનમાં રહેલા કેટલાક દિગ્ગજ નીચે મુજબ છે.
- અખિલેશ યાદવ ( સમાજવાદી પાર્ટી પ્રમુખ, આજમગઢ)
- દિનેશ લાલ નિરહુઆ (ભાજપ નેતા, આજમગઢ)
- મેનકા ગાંધી (કેન્દ્રીયમંત્રી, ભાજપ લીડર, સુલ્તાનપુર)
- ચન્દ્રભાન સિંહ (ગઠબંધન ઉમેદવાર, સુલ્તાનપુર)
- સંજયસિંહ (કોંગ્રેસ ઉમેદવાર, સુલ્તાનપુર)
- કેશરી દેવી પટેલ (ભાજપ, ફુલપુર)
- પંકજ નિરંજન(કોંગ્રેસ , ફુલપુર)