દિલ્હી : લોકસભાની ચૂંટણીના છટ્ઠા તબક્કા માટે આવતીકાલે મતદાન યોજનાર છે. અભૂતપૂર્વ સુરક્ષા અને ભારે ઉત્સાહના માહોલમાં મતદાન યોજાનાર છે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને હરિયાણા સહિત સાત રાજ્યોને આવરી લેતી લોકસભાની ૫૯ સીટ પર મતદાન યોજાનાર છે. આની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ઉત્સુકતાની સાથે સાથે નીચે મુજબ છે.
- છઠ્ઠા તબક્કાની ચૂંટણીને લઇને તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા પૂર્ણ કરાઈ
- સાત રાજ્યોને આવરી લેતી ૫૯ સીટ ઉપર આવતીકાલે મતદાન થશે
- ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશમાં તમામ સાત ચરણમાં મતદાન થશે
- છ્ઠા તબક્કામાં આશરે ૧૦ કરોડ ૧૬ લાખથી વધારે મતદારો ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા માટે ભારે ઉત્સુક બનેલા છે
- છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં ૯૭૯ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થનાર છે
- છ્ઠા તબક્કાની ચૂંટણી માટે એક લાખ ૧૩ હજાર મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે
- બે તબક્કામાં કુલ ૧૧૮ સીટ પર મતદાન હવે બાકી છે
- છઠ્ઠા તબક્કામાં બિહારની આઠ, હરિયાણાની ૧૦, ઝારખંડની ચાર, મધ્યપ્રદેશની આઠ સીટ પર મતદાન યોજનાર છે. સાથે સાથે ઉત્તરપ્રદેશની ૧૪ સીટ અને બંગાળની આઠ સીટ પર પણ મતદાન યોજાનાર છે
- ઉત્તરપ્રદેશમાં અખિલેશ અને દિનેશ લાલ વચ્ચે આજમગઢની સીટ પર સ્પર્ધા થશે
- છેલ્લી ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે ભાજપે આ તબક્કાની બેઠકો પૈકી મોટા ભાગની સીટો જીતી હતી
- છઠ્ઠા તબક્કામાં સવારે ૭ વાગે મતદાન શરૂ થયા બાદ સાંજ સુધી ચાલનાર છે
- છઠ્ઠા તબક્કાની ચૂટણીમાં અનેક મોટા માથાના ભાવિનો ફેંસલો થનાર છે જેમાં મેનકા ગાંધી, રિટા બહુગુણાનો પણ પણ સમાવેશ થાય છે
- હજુ સુધી પાંચ તબક્કામાં મતદાન પરિપૂર્ણ કરવામાં આવી ચુક્યું છે
- જેમાં ૪૮૩ સીટ પર લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા પરિપૂર્ણ થઇ ચુકી છે
- આવતીકાલે મતદાનની સાથે ૪૮૫ સીટ પર મતદાન માટેની પ્રક્રિયા પરિપૂર્ણ થશે
- ચૂંટણી પંચ દ્વારા તમામ જગ્યાઓએ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે
- તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી ચુકી છે. આનાથી વોટરો એ બાબતને જાણી શકશે કે, તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ
- તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. અને ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવનાર છે
- આ વખતે સામાન્ય ચૂંટણીમાં કુલ સાત તબક્કાની ચૂંટણીમાં કુલ ૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે
- ૨૦૧૪થી હજુ સુધી ૮.૪ કરોડ મતદારો વધ્યા છે. આમા પણ ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે
- ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે. છેલ્લી ચૂંટણીમાં ૮૧ કરોડ મતદારો હતા. આ વખતે દેશભરના ૯૩.૩ ટકા મતદારોની પાસે ઓળખપત્ર રહેલા છે
- ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી
- છેલ્લી ચૂંટણીની વાત કરવામાં આવે તો ૨૦૧૪માં સાત એપ્રિલના દિવસે પ્રથમ રાઉન્ડ માટે મતદાન થયું હતું જ્યારે ૧૨મી મેના દિવસે અંતિમ રાઉન્ડ માટે મતદાન યોજાયું હતું. ૧૬મી મેના દિવસે વર્ષ ૨૦૧૪માં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા
- છઠ્ઠા તબક્કામાં ૯૭૯ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે