નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં હજુ સુધી બે તબક્કામાં મતદાન બાકી છે ત્યારે ચૂંટણી પંચે તમામ તૈયારી કરી લીધી છે. છેલ્લી લોકસભા ચૂંટણી ૨૦૧૪ની વાત કરવામાં આવે તો આ તબક્કામાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર સપાટો બોલાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ચૂંટણીમાં છટ્ઠા તબક્કામાં જે સીટો રહેલી છે તે પૈકી ૪૪ સીટો જીતી લીધી હતી. વર્ષ ૨૦૧૪માં ચારેબાજુ મોદીલહેર જાવા મળી હત. આ વખતે મોદી લહેર દેખાઇ રહી નથી. જો કે ભારતીય જનતા પાર્ટીના લોકો દાવો કરી રહ્યા છે કે વર્ષ ૨૦૧૪ કરતા પણ મજબુત લહેર રહેલી છે.
આવી સ્થિતીમાં ભારતીય જનતા પાર્ટી અગાઉ કરતા વધારે સફળતા હાંસલ કરનાર છે. ભારતીય જનતા પાર્ટીએ મોદી લહેર વચ્ચે જોરદાર સપાટો બોલાવ્યો હતો ત્યારે એનડીએ દ્વારા કુલ ૪૬ સીટો જીતી લેવામાં આવી હતી. લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ઉત્તરપ્રદેશમાં ૧૪ સીટ પર મતદાન યોજાનાર છે. વર્ષ ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટીએ આ ૧૪ સીટો પૈકી ૧૨ સીટો જીતી લીધી હતી.
જ્યારે તેના સાથી પક્ષ અપના દળે એક સીટ જીતી લીધી હતી. અન્ય એક લોકસભા સીટ સમાજવાદી પાર્ટીને મળી હતી. છેલ્લી લોકસભા ચૂંટણી બાદ રાજકીય સમકરણ બદલાઇ ગયા છે. વર્ષ ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી તેમાં ૪૦૩ સીટો પૈકી ભારતીય જનતા પાર્ટીએ ૩૨૫ સીટો જીત હતી. ભારતીય જનતા પાર્ટી ખુબ મજબુત સ્થિતીમાં છે. પરિણામ પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.