ઉત્તરપ્રદેશ : હવે બાકી ૨૭ બેઠકો ઉપર નજર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

લખનૌ : ઉત્તરપ્રદેશમાં હવે કુલ ૮૦ સીટ પૈકી મોટા ભાગની સીટ પર મતદાન પૂર્ણ થઇ ચુક્યુ છે.હવે બાકીના બે તબક્કામાં કુલ ૨૭ સીટ પર મતદાન બાકી રહ્યુ છે. આવી સ્થિતીમાં બાકી રહેલી ૨૭ સીટ પર પણ તમામ રાજકીય પક્ષોની નજર કેન્દ્રિત થઇ ગઇ  છે. આગામી દિવસોમાં બાકીની ૨૭ સીટ પર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે ત્યારે ચૂંટણી પ્રચાર ચરમસીમા પર પહોંચી  જનાર છે. યુપીમાં ગઇકાલે પાંચમાં તબક્કામાં ૪૫ ડિગ્રી તાપમાન વચ્ચે મતદાન થયુ હતુ. પાંચમાં તબક્કામાં ઉત્તરપ્રદેશમાં લોકસભાની ૧૪ સીટ પર મતદાન થયુ હતુ. જેમાં અમેઠી અને રાયબરેલી બેઠક પર પણ મતદાન થયુ હતુ.  સ્મૃતિ ઇરાની અને રાહુલ તેમજ સોનિયા ગાંધીના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા છે.

Share This Article