નવીદિલ્હી : લોકસભા ચૂંટણીના ચાર તબક્કા માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સવારે ભારે ઉત્સાહ વચ્ચે સાત રાજ્યોને આવરી લેતી ૫૧ સીટ પર મતદાનની શરૂઆત થઇ હતી.કોંગ્રેસના ગઢમાં રાહુલ ગાંધી અને સ્મૃતિ ઇરાની વચ્ચે જારદાર ટક્કર છે. આવી જ રીતે સોનિયા ગાંધી પાંચમી વખત જીત મેળવી લેવા માટે ઉત્સુક છે. સોનિયા ગાંધી રાયબરેલીમાંથી મેદાનમાં રહેલા છે. લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં કોના કોના ભાવિ સીલ થઇ ગયા છે તે નીચે મુજબ છે.
- રાહુલ ગાંધી ( કોંગ્રેસ પ્રમુખ, અમેઠી)
- સોનિયા ગાંધી (યુપીએ અધ્યક્ષ, કોંગ્રેસ લીડર, રાયબરેલી)
- સ્મૃતિ ઇરાની (કેન્દ્રીયમંત્રી, ભાજપ લીડર, અમેઠી)
- પ્રમોદ કૃષ્ણમ (કોંગ્રેસ, લખનૌ)
- રાજ્યવર્ધનસિંહ રાઠોર (ભાજપ નેતા, જયપુર ગ્રામ્ય)
- કૃષ્ણા પુનિયા (કોંગ્રેસ નેતા, જયપુર ગ્રામ્ય)
- અર્જુન મુન્ડા(ભાજપ નેતા,ખુંટી)
- મહેબુબા મુફ્તિ (પીડીપી નેતા, અનંતનાગ)
- હનુમાન બેનિવાલ ( રાલોપા, નાગૌર)
- પ્રસુન બેનર્જી (ટીએમસી, હાવડા)
- રતિદેવી સેનગુપ્તા (ભાજપ, હાવડા)
- જીતેન્દ્રસિંહ (કોંગ્રેસ, અલવર)
- અર્જુનરામ મેઘવાલ (ભાજપ, બિકાનેર)