નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના ચાર તબક્કા માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે પાંચમા તબક્કા માટે ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે. સાત રાજ્યોને આવરી લેતી ૫૧ સીટ પર પાંચમા તબક્કામાં છઠ્ઠી મેના દિવસે મતદાન થનાર છે.પ્રચારમાં વડાપ્રાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ભાજપ માટે તમામ તાકાત લગાવી દીધી છે. જ્યારે કોંગ્રેસ તરફથી પ્રમુખ રાહુલ ગાંધી અને પ્રિયંકા વાઢેરા સહિતના દિગ્ગજાએ તમામ તાકાત ઝીકી દીધી છે. પ્રથમ ચાર તબક્કામાં ૩૭૩ સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. હવે પાંચમા તબક્કામાં છ મેના દિવસે મતદાન થનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. પાંચમા તબક્કામાં ૬૭૪ ઉમેદવારો ભાગ્ય અજમાવવા જઇ રહ્યા છે. મેદાનમાં રહેલા કુલ ઉમેદવારો પૈકી ૧૮૪ ઉમેદવારો કરોડોની સંપત્તિના માલિક છે. આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે ૨.૫૬ કરોડ રૂપયા ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રહેલી છે.
પાંચમા તબક્કાની ચૂંટણીમાં મેદાનમાં રહેલા ઉમેદવારો પૈકી ૧૫૦ ઉમેદવારો રાષ્ટ્રીય પાર્ટીઓના છે. આવી જ રીતે ૩૧ ઉમેદવારો રાજ્ય સ્તરીય પક્ષોના રહેલા છે. ૨૪૦ ઉમદવારો નોંધાયેલા બિનમાન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોના છે. શૈક્ષણિક યોગ્યતાની વાત કરવામાં આવે તો ૪૦ ટકા ઉમેદવારો ૧૨માં ધોરણ સુધી અભ્યાસ કરેલા છે. બાવન ટકા ઉમેદવારો સ્નાતક સુધી અભ્યાસ કરી ચુક્યા છે. ૪૩ ટકા ઉમેદવારો તો માત્ર સાક્ષર રહેલા છે.આવી જ રીતે પાંચમા તબક્કામાં મેદાનમાં રહેલા ઉમેદવારો પૈકી ૧૨૬ ઉમેદવારો પર અપરાધિક કેસ રહેલા છે. ૯૫ ઉમેદવારો પર ગંભીર અપરાધિક કેસ રહેલા છે. લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં ઉત્તરપ્રદેશની ૧૪ સીટો ઉપર છઠ્ઠી મેના દિવસે મતદાન થનાર છે. જેથી તમામની નજર ઉત્તરપ્રદેશ પર કેન્દ્રિત થઇ ગઇ છે.
આમાથી ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસના ગઢ અમેઠી અને રાયબરેલીને છોડી દેવામાં આવે તો ભાજપે ૧૨ સીટો જીતી હતી. આ તબક્કામાં કોંગ્રેસને આ વખતે પણ બે સીટો જાળવી રાખવા માટેની આશા દેખાઈ રહી છે.આ તબક્કામાં ભાજપે તમામ તાકાત લગાવી દીધી છે. પાંચમાં તબક્કામાં અનેક મોટા માથાઓ ભાગ્ય અજમાવી રહ્યા છે. સાત રાજ્યોને આવરી લેતી સીટ પર મતદાનને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ વખતે મેદાનમાં ૭૯ મહિલાઓ છે. પાંચમાં તબક્કામાં મતદાનને લઇને તૈયારીઓ શરૂ થઇ ચુકી છે ત્યારે ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવિટના આધાર પર તેમની સંપત્તિમાં ચકાસણી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું.
ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયુ હતુ અને ૨૯મી એપ્રિલના દિવસે ચોથા ચોથા તબક્કામાં મતદાન થયુ હતુ. હવે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ. બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી ૧૧૬ સીટ પર મતદાન થયુ હતુ. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. અગાઉના ચારેય તબક્કાની જેમ પાંચમાં તબક્કાના મતદાન વેળા પણ તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આનાથી વોટરો એ બાબતને જાણી શકે છે કે તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ. આ વખતે ઇવીએમની અનેક સ્તર પર સુરક્ષાની ખાતરી કરવામાઆવી છે. તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા પહેલાથી જ ગોઠવી દેવામાં આવ્યા હતા. જેના મારફતે મતદાન પર નજર રાખવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો નોંધાયા છે. આ પ્રથમ એવી ચૂંટણી છે જ્યારે ૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી. લોકસભાની ચૂંટણીને લઇને મતદારોમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે.જો