નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે સોમવારના દિવસ મતદાન થઇ ગયા બાદ કુલ ૩૭૨ સીટ પર ચૂંટણી માટેની પ્રક્રિયા પૂર્ણ થઇ જશ. ત્યારબાદ કુલ ૧૬૯ સીટ પર મતદાન બાકી રહી જશે. જેના પર તમામ રાજકીય પક્ષોનુ ધ્યાન કેન્દ્રિત થઇ જશે. ચોથા તબક્કાની ચૂંટણી બાદ રાજકીય પક્ષોની પ્રચારની રણનિતી પણ બદલાઇ જશે. હકીકતમાં ત્રણ તબક્કામાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ હિન્દી પટ્ટામાં મતદાન થનાર છે. આવી સ્થિતીમાં હવે ઓછા વિસ્તારને કવર કરવા પડશે. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ તમામ તાકાત લગાવી દીધી છે. અન્ય રાજ્યોના ટોપ નેતાઓ આ રાજ્યોમાં પહોંચી ગયા છે.
અંતિમ ત્રણ તબક્કામાં મતદાન યોજાનાર છે ત્યાં ભારતીય જનતા પાર્ટીએ વર્ષ ૨૦૧૪માં મોદી લહેર વચ્ચે જારદાર દેખાવ કર્યો હતો. રાજસ્થાન, દિલ્હી, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેની તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી હતી. અંતિમ ત્રણ તબક્કામાં બંગાળ અને પંજાબને બાદ કરતા તમામ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને તેના કિલ્લા બચાવવાની જરૂર દેખાઇ રહી છે. સુત્રોના કહેવા મુજબ કોંગ્રેસ પાર્ટી દ્વારા આ ત્રણ તબક્કાની ચૂંટણી માટે ખાસ યોજના બનાવી છે. આમાં એવી સીટોને સામેલ કરવામાં આવી છે જ્યાં કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીને હાર આપી શકે છે. સંપૂર્ણ ધ્યાન આ વખતે એવી સીટ પર વધારે રાખવામાં આવી રહ્યુ છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાના કહેવા મુજબ પાર્ટીની નવી રણનિતી તમામ સીટો પર પૂર્ણ તાકાત લગાવી દેવાની રહેલી છે. સંશાધનોનુ પૂર્ણ ધ્યાન એવી સીટો પર રહેનાર છે જ્યાં સારા પરિણામ મળી શકે છે.
સુત્રોના કહેવા મુજબ પ્રિયંકા વાઢેરા પણ હવે રોડ શો વધારે કરનાર છે. રાહુલ ગાંધીની રેલીની સંખ્યા પણ વધનાર છે. બીજા બાજુ પાર્ટીની સામે નવજાત સિદ્ધુની રેલીની માંગ પણ રહેલી છે. ભારતીય જનતા પાર્ટી પણ મોદીની રેલીની સંખ્યા વધારવા માટે ઇચ્છુક છે. સુત્રોના કહેવા મુજબ મોદી દરરોજ ચારથી પાંચ રેલી કરનાર છે. પાર્ટી દ્વારા એવા રાજ્યોના નેતાઓને પણ કામમાં ઉતારી દીધા છે જ્યાં ચૂંટણી થઇ ચુકી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ ખાસ યોજના તૈયાર કરવામાં આવી રહી છે. ઉત્તરપ્રદેશમાં છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જાેરદાર સપાટો બોલાવ્યો હતો અને મોટા ભાગની સીટ જીતી લીધી હતી. ભારતીય જનતા પાર્ટીએ ૭૨ સીટો જીતી હતી. જા કે આ વખતે મોટા ભાગના સર્વે કહી રહ્યા છે કે તેને ઉત્તરપ્રદેશમાં ભારે નુકસાન થનાર છે. આવી સ્થિતીમાં પાર્ટીની સામે પડકારો વધી ગયા છે. સપા અને બસપા એક સાથે આવતા ભારતીય જનતા પાર્ટીની તકલીફ વધી રહી છે. જાે કે પાર્ટીની નેતાઓ વર્ષ ૨૦૧૪ કરતા વધારે સીટો મળશે તેવો દાવો કરી રહ્યા છે.જાે કે આ બાબત શક્ય દેખાઇ રહી નથી. કોંગ્રેસ પાર્ટી પણ પહેલા કરતા વધારે સારો દેખાવ કરી શકે છે. સાથે સાથે તેના સાથી પક્ષોનો દેખાવ પણ સારો રહી શકે છે. જા કે વિરોધ પક્ષો સંગઠિત દેખાઇ રહ્યા નથી.