લોકસભા ચૂંટણીને લઇને વધારે સમય રહ્યો નથી ત્યારે તમામ રાજકીય પક્ષો પોત પોતાની રીતે દાવપેંચ રમી રહ્યા છે. જીતવા માટેની રણનિતી દરેક પાર્ટી દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. એકબીજાને પછડાટ આપવા માટે નવા નવા ગઠબંધન અને પાર્ટીઓ બની રહી છે. બિહાર પણ ચાવીરૂપ ભૂમિકા લોકસભાની ચૂંટણીમાં અદા કરનાર છે. બિહારની રાજનીતિને સારી રીતે સમજી લેવા માટે સારનની સિવાન, ગોપાલગંજ, સારણ અને મહારાજગંજની લોકસભા સીટોની રાજનીતિને સમજવાની જરૂર છે. અહીં બાહુબલ, જાતિવાદ, અવસરવાદ, પરિવાદવાદ અને સાપ્રદાયિકવાદ એમ તમામ બાબતોને જોઇ શકાય છે. આમાં બિહારના ખેડુતોની દુર્દશા પણ સામેલ છે. જે ક્યારેય સિચાઇના પાણી માટે બુમ પાડે છે તો ક્યારેય ખાદ માટે બુમ પડે છે. આમાં સામાન્ય રીતે તોફાનમાં થનાર મોત પણ સામેલ છે. સતત પલાયનનો મામલો પણ અહીં ચરમસીમા પર રહ્યો છે.
સિવાનથી લઇને સારણ સુધી સામાન્ય પ્રજા હાલમાં શાસકોના વર્તનથી ભારે નારાજ છે. ગઠબંધનની રાજનીતિ નવા સમીકરણને જન્મ આપી રહી છે. વર્તમાન સાંસદોને પણ આ વાતન માહિતી નથી કે આ વખતે તેમની સીટ રહેશે કે પછી જશે. આ તમામ સીટો પર શાસન વિરોધી લહેર પણ જોવા મળી રહી છે. ટિકિટના દાવેદારો તાકાત લગાવી રહ્યા છે. સિવાન શહેરના લોકો કહે છે કે રાજ્યમાં કોઇ પણ ગઠબંધન બની જાય તો પણ ટક્કર તો શહાબુદ્દીન અને અન્યોની જ રહેશે. ગોપાલગંજમાં સવાલ માત્ર એક છે. જે એ છે કે બાહુબલી સતીશ પાન્ડેના ઉમેદવાર કોણ રહેશે. આરજેડી માટે મજબુરીનુ અન્ય નામ સિવાન છે. એક કડવી વાસ્તવિકતા એ પણ છે કે બિહારની પ્રજા જેની સાથે નફરત કરે છે તેને પ્રેમ પણ કરે છે.
જાણકાર લોકો કહે છે કે આજે સિવાનમાં જે કઇ પણછે તે શહાબુદ્દીનના કારણે છે. ભાજપના વર્તમાન સાંસદ ઓમપ્રકાશની છાપ ભાજપમાં ખરાબ બની રહી છે. તમામની ફરિયાદ છે કે તેમને સિવાન માટે કોઇ કામ કર્યા નથી. શહાબુદ્દીન સિવાનમાંથી ચાર વખત સાંસદ અને બે વખત ધારાસભ્ય તરીકે રહ્યા છે. છતાં અપરાધ આજે પણ થઇ રહ્યા છે. હત્યાઓ આજે પણ થઇ રહી છે. તોફાન આજે પણ થઇ રહ્યા છે. જાણકાર લોકો કહે છે કે છટ્ઠ પુજાના ગાળા દરમિયાન કઇરાઇગાવા કરબલામાં તોફાન થયા હતા. કેટલીક દુકાનો સળગાવી દેવામાં આવી હતી. શહાબુદ્દીન જેલમાં ગયા બાદ આરજેડ દ્વારા તેમના પત્નિ હિનાને બે વખત ટિકિટ આપી હતી. જો કે તેમને જીત મળી ન હતી. રઘુનાથ ઝા અને સાધુ યાદવને ગોપાલગંજના લોકો યાદ કરે છે. લાલુ યાદવના તન જિલ્લા ગોપાલગંજમાં પ્રજા ખાસ મુડમાં નજેર પડે છે. અહીં ાજે પણ પ્રજા સ્વર્ગીય રઘુનાથ ઝા અને સાધુ યાદવને યાદ કરે છે. ગોપાલગંજના લોકો કહે છે કે ગોપાલગંજમાં જે કઇ પણ વિકાસનુ કામ થયુ છે તે ઝા અથવા તો સાધુના કારણે થયુ છે. કમનસીબ બાબત એ રહી છે કે લાલુ યાદવ કોઇ સમય રેલવે પ્રધાન રહી ચુક્યા હોવા છતાંઅહીં રેલવે માર્ગનુ નિર્માણ થઇ શક્યુ નથી. ગોપાલગંજના વિદ્યાર્થીઓ કહે છે કે આકામ મોદીને કરવાની જરૂર છે. ગોપાલગંજ સુરક્ષિત સીટ પરથી આ વખતે ભાજપના જનક રામને ટિકિટ મળવાનીશક્યતા છી દેખાઇ રહી છે. કારણકે સુશીલ મોદી તેમનાથી ખુબ નારાજ દેખાઇ રહ્યા છે.
સાથે સાથે પ્રજાની અવગણના કરવાનો પણ તેમના પર આરોપ લાગતો રહ્યો છે. એમ માનવામાં આવે છે કે હાલમાં યુપીએમાં સામેલ થયેલા ઉપેન્દ્ર કુશવાહ અહીંથી પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે. અહીંથી જેડીયુના બાહુબલી નેતા સતીશ પાન્ડે વિધાનસભા બાદ લોકસભાની ચૂંટણીમાં પણ પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે. સિવાનથી પટણા સુધી ટ્રેનમાં યાત્રા દરમિયાન છપરા માટે સેંકડો યાત્રી બેસે છે. આજે સૌથી વધારે ચર્ચા તેજપ્રતાપ અને એશ્વર્યાના છુટાછેડાની રહી છે. સારણ સીટ પર તો ૪૦ વર્ષથી લાલુનુ પ્રભુત્વ રહ્યુછે. હવે પ્રજા અને લાલુ પરિવાર ઇચ્છે છે કે એશ્વર્યા અથવા તો તેમના પિતા અહીંથી ચૂંટણી મેદાનમાં ઉતરે. બિહારની રાજનીતિ આ વખતે જારદાર પરિણામ આપનાર છે. ભાજપ અને જેડીયુ એક સાથે છે. આવી સ્થિતીમાં મોદી અને નીતિશ કુમાર ગઠબંધનને કોઇ મોટી સફળતા અપાવી શકે છે કે કેમ તેની ચર્ચા છે.