નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં ગુરૂવારના દિવસે આશરે ૬૮ ટકા મતદાન થયુ હતુ. ૧૧મી એપ્રિલના પ્રથમ તબક્કામાં ૭૦ ટકા મતદાન થયુ હતુ. અલબત્ત બીજા તબક્કામાં વર્ષ ૨૦૧૪ કરતા આશરે બે ટકા ઓછુ મતદાન થયુ હતુ. લોકસભા ચૂંટણીમાં કુલ સાત તબક્કામાં મતદાન થનાર છે. રાજકારણીઓ અને જાણકાર લોકો માની રહ્યા છે કે બાકીના પાંચ તબક્કામાં બંપર વોટિંગ થઇ શકે છે. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભારતીય ઇતિહાસમાં સૌથી વધારે ૬૬.૩૯ ટકા મતદાન થયુ હતુ. આ વખતે મતદાનની ટકાવારી ૬૫-૭૦ સુધી પહોંચી શકે છે.
મતદારોમાં જાગૃતિ જગાવવા માટે ઝુંબેશ ચલાવી હોવા છતાં હજુ સુધી ઓછી મતદાન થઇ રહ્યુ છે. ૧૭મી લોકસભાની ચૂંટણીના ભાગરૂપે ગઇકાલે ૧૧ રાજ્યો અને કેન્દ્રિત શાસિત પ્રદેશને આવરી લેતી લોકસભાની ૯૫ સીટ ઉપર શાંતિપૂર્ણરીતે ૬૮ ટકાથી વધુ મતદાન થયું હતું. બીજા તબક્કામાં ૬૮ ટકાથી વધુ મતદાન થતાં ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ પોતપોતાની જીતના દાવા કર્યા હતા. ગઇકાલે ૧૫.૮૦ કરોડ મતદારો પૈકી ૬૮ ટકા મતદારો મતદાન કરવા માટે બહાર નિકળ્યા હતા. મતદાનની સાથે જ ૧૬૩૫ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ચૂંટણી પંચે માહિતી આપતા સાંજે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં બીજા તબક્કામાં ૬૨, કર્ણાટકમાં ૬૮.૧, બિહારમાં ૬૨થી વધારે મતદાન થયું હતું.
આવી જ રીતે મહારાષ્ટ્રમાં ૭૧.૮ ટકાથી વધારે મતદાન નોંધાયું હતું. તમિળનાડુમાં થેની લોકસભા મતવિસ્તારમાં ૭૧.૧ ટકાથી વધારે મતદાન થયું હતું. આવી જ રીતે કર્ણાટકમાં૬૧.૮૦ ટકાથી વધારે મતદાન થયું હતું. જમ્મુ કાશ્મીરમાં ૪૫.૫ ટકા, બંગાળમાં ૭૬.૪ ટકાથી વધારે મતદાન થયું હતું. મતદાનની ટકાવારીમાં હજુ પણ ફેરફાર થઇ શકે છે. તમામ મોટા માથાઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૧૧ રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેશ પોન્ડીચેરીને આવરી લેતી ૯૫ સીટ પર મતદાનની શાંતિપૂર્ણ રીતે શરૂઆત થઇ હતી. પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે ૯૧ સીટ પર મતદાન થયા બાદ આજે બીજા તબક્કામાં વધુ ૯૫ સીટ પર મતદાન થયું હતું. આની સાથે જ બે તબક્કામાં ૧૮૬ બેઠક ઉપર મતદાનની પ્રક્રિયા પરિપૂર્ણ થઇ ચુકી છે.
સવારમાં મતદાનની પ્રક્રિયા શરૂ થયા બાદ શરૂમાં જ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે બહાર નિકળ્યા હતા. હેમામાલિની, ફારૂખ અબ્દુલ્લા સહિત કુલ ૧૬૩૫ ઉમેદવારોન ભાવિ આજના મતદાનની સાથે જ સીલ થઇ ગયા હતા. કોઇ પણ પ્રકારની અંધાધુંધી ન થાય અને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે તમામ વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં કેન્દ્રિય સુરક્ષા દળની ૮૦ કંપનીઓ તૈનાત કરવામા આવી હતી.