લોકસભા માટે પ્રથમ તબક્કાના મતદાનના કલાકો પહેલા જ આવકવેરા વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડાના કારણે જોરદાર ચર્ચા છે. મધ્યપ્રદેશમાં મુખ્યપ્રધાન કમલનાથના નજીકના લોકો અને અન્યો સામે પાડવામાં આવેલા દરોડાના કારણે ભારે ખળભળાટ મચી ગયો છે. ચૂંટણી માહોલમાં આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી દરમિયાન ૨૮૧ કરોડ રૂપિયાની જંગી રકમ જપ્ત કરવામાં આવી ચુકી છે. બિનહિસાબી જંગી લેવડદેવદનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
ચર્ચા એટલા માટે પણ છે કે આ દરોડાની કાર્યવાહી મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના નજીકના લોકો પર પાડવામાં આવ્યા છે. દેશના લોકો સારી રીતે જાણે છે કે હાલમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર છે. આવકવેરા વિભાગનુ કામ બિનહિસાબી લેવડદેવડ પર નજર રાખવા અને દોષિતોને પકડી પાડવા માટેનુ છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી દેશના અલગ અલગ વિસ્તારોમાં જે રીતે દરોડા પાડવામાં આવ્યા છે તેમાં મોટા ભાગના ભાજપ વિરોધી નેતા છે. એ સપ્તાહ પહેલા તમિળનાડુમાં ડીએમકના કોષઅધ્યક્ષના આવાસ અને તેમની કચેરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. વિપક્ષી દળોનો આરોપ છે કે સરકારના ઇશારે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. ચૂંટણી પંચ દ્વારા પણ દરોડાની કાર્યવાહીમાં નિષ્પક્ષતાના આદેશ જારી કર્યા છે.
સત્તારૂઢ પાર્ટીઓ પર સત્તાના દુરુપયોગના આરોપો તો પહેલા પણ લાગતા રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના લોકો વિપક્ષમાં હતા ત્યારે તેમના દ્વારા કોંગ્રેસ પર આરોપો મુકવામાં આવતા હતા અને હવે જ્યારે કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે ત્યારે ભાજપ પર આરોપો મુકવામાં આવી રહ્યા છે. મધ્યપ્રદેશમાં આવકવેરા વિભાગની કાર્યવાહીના કારમે ભારે ખળભળાટ મચી ગયો છે. બિનહિસાબી લેવડદેવડનો ખુલાસો કરવામાં આવે તે પણ સારી બાબત છે. પરંતુ પ્રશ્ન એ થઇ રહ્યો છે કે તમામ દરોડાની કાર્યવાહી વિપક્ષી દળોની સાથે જાડાયેલા લોકો પર જ કેમ પડી રહ્યા છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે ચૂંટણી માટે પૈસા ક્યાંથી આવે છે. તમામ લોકો આ બાબત પણ જાણે છે કે ચૂંટણી ડોનેશન મારફતે જેટલા નાણાં મળે છે તેના કરતા અનેક ગણા નાણાં બે નંબરથી મળે છે. સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ચૂંટણીમાં પૈસા ખર્ચ કરવામાં આવી રહ્યા છે.
નંબરમાં પણ અને બં નંબરમાં પણ પૈસા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. જો આવુ હોય તો ભાજપના નેતાઓની સામે કેમ કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. કેદ્ર સરકાર તો કાળા નાણાં પર પ્રહાર કરવાની વાત કરતી રહી છે. આવકવેરા અને ઇડી દ્વારા વધારે સક્રિય રીતે રહીને કાર્યવાહી કરવાની બાબત સારી છે. પરંતુ હાલમાં જે રીતે વિરોધ પક્ષના લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેથી શંકા ઉભી થાય તે સ્વાભાવિક છે. ચૂંટણી પંચ આ દિશામાં ગંભીરતાપૂર્વક ધ્યાન આપીને કાર્યવાહી કરે તે જરૂરી છે. લોકશાહીનો અર્થ માત્ર ચૂંટણી યોજવા સાથે સંબંધિત અને તેના સુધી મર્યાદિત નથી. નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાય તેની ખાતરી કરવા માટે પંચે તમામ પાસાઓનો ઉપયોગ કરવો જાઇએ.હાલમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.