નવી દિલ્હી : લોકસભા ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો હવે ઉમેદવારોની યાદી જાહેર કરવાની મથામણમાં છે અને યાદી તબક્કાવારરીતે જાહેર કરવામાં આવી રહી છે. આવી સ્થિતીમાં આ વખતે કેટલાક દિગ્ગજા ચૂંટણી મેદાનમાં દેખાશે નહીં. દશકોથી મતદારોમાં લોકપ્રિય રહેલા દિગ્ગજો આ વખતે ચૂંટણી મેદાનમાં રહેશે નહીં. તેમની લોકપ્રિયતા આજે પણ અકબંધ હોવા છતાં તેમની વયના કારણે આ દિગ્ગજા હવે લાચાર દેખાઇ રહ્યા છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ બે ડઝનથી વધારે નેતાઓ આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા નથી. જેમાં ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ, કાલરાજ મિશ્રાનો સમાવેશ થાય છે. સુમિત્રા મહાજન પણ યાદીમાં સામેલ છે પરંતુ તેઓ મેદાનમાં ઉતરશે કે કેમ તે અંગે હજુ નામની જાહેરાત કરવામાં આવી નથી. વર્ષ ૨૦૧૪ની ચૂંટણીનીની વાત કરવામાં આવે તો એ વખતે ૯.૬ ટકા સાંસદોની વય ૭૦ વર્ષથી વધારેની રહી હતી. ચૂંટણી કોઇ પણ કેમ ન હોય, ટિકિટ મળવા માટેના માપદંડ એક જ હોય છે અને તે જીતની શક્યતા વધારે હોવી જાઇએ. છેલ્લા કેટલાક દશકોમાં આ પરંપરા જારી રહી છે.
અનેક ચહેરા એવા છે જે તેમની લોકપ્રિયતાના કારણે લોકોમાં લોકપ્રિય રહ્યા હતા. લાંબા સમયથી જીતતા રહ્યા છે. આ ચહેરા ખુબ જીતાવુ છે પરંતુ હવે તેમના પર વયની અસર દેખાય છે. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી તરફથી એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કેટલાક એવા નામ જે વર્ષ ૨૦૧૪માં દેખાયા હતા તે વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં નજરે પડશે નહીં. જા કે છેલ્લી ઘડીએ આવા ચહેરા દેખાવવા લાગી ગયા છે. આમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી તેમના પરંપરાગત મતવિસ્તાર રાયબરેલીમાંથી ફરી મેદાનમાં છે. તેમની સાથે મુલાયમ સિંહ યાદવ પણ ફરી એકવાર મૈનપુરીમાંથી ચૂંટણી મેદાનમાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા એકે એન્ટોની પણ આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. એમ માનવામાં આવે છે કે ૭૫ વર્ષથી ઉપર પહોંચી ચુકેલા કેટલાક નેતાઓને તો પાર્ટી જ બહાર કરી ચુકી છે. જા ૭૫ વર્ષથી ઉપરના ઉમેદવારને ટિકિટ ન આપવાના મુદ્દા પર પાર્ટી આગળ વધશે તો કેટલાક ચહેરા તો પોતાની રીતે જ બહાર થઇ જશે. મુરલી મનોહર જોશી, અડવાણી સહિતના કેટલાક નેતાઓ મોટી વયમાં પણ સક્રિય થયેલા છે. શરદ પવાર પણ હજુ સુધી સક્રિય છે.સુષ્મા સ્વરાજ પણ આરોગ્યના કારણે પરેશાન રહ્યા છે. જેથી હવે તેઓ પણ મેદાનમાં રહેનાર નથી.