નવીદિલ્હી : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ચૂંટણીની લઇને હવે તમામ પ્રક્રિયા આજે મંગળવારના દિવસે શરૂ થઇ ગઇ હતી. ૧૮ રાજ્યો અને બે કેન્દ્ર શાષિક પ્રદેશોને આવરી લેતી લોકસભાની ૯૧ સીટ પર પ્રથમ તબક્કામાં મતદાન યોજાનાર છે. આના માટે જાહેરનામુ જારી કરવામાં આવ્યા બાદ આજે સવારે ઉમેદવારી દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થઇ હતી. હવે આ પ્રક્રિયા ૨૫મી માર્ચ સુધી જારી રહેનાર છે. ૨૫મી માર્ચ સુધી ઉમેદવારો તેમના ઉમેદવારી પત્રો ભરી શકશે. ત્યારબાદ ૨૬મી માર્ચના દિવસે ઉમેદવારોના પત્રકોની ચકાસણી કરવામાં આવનાર છે.
કોઇ પણ ઉમેદવાર ૨૮મી માર્ચ સુધી તેમની ઉમેદવારી પાછી ખેંચી શકશે. પ્રથમ તબક્કામાં લોકસભાની ચૂંટમી માટે ૧૧મી એપ્રિલના દિવસે મતદાન થનાર છે. ઉમેદવારી પત્રો દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થવાની સાથે જ રાજકીય ગરમી પણ ૧૮ રાજ્યોમાં વધી ગઇ છે. ઉમેદવારો જોરદાર તૈયારીમાં લાગી ગયા છે. પ્રથમ દિવસે પણ કેટલાક ઉમેદવારો દ્વારા શુભ સમયમાં ઉમેદવારી કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં આંધ્રપ્રદેશ-૨૫, અરુણાચલ૨, આસામ-૫, બિહાર-૪, છત્તીસગઢ-૧, જમ્મુ કાશ્મીર-૨, મહારાષ્ટ્ર-૭, મણિપુર-૧, મેઘાલય-૨, મિઝોરમ-૧, નાગાલેન્ડ-૧, ઓરિસ્સા-૪, સિક્કિમ-૧, તેલંગાણા-૧૭, ત્રિપુરા-૧, ઉત્તરપ્રદેશ-૧૦, ઉત્તરાખંડ-૫, પશ્ચિમ બંગાળ-૨, આંદામાન અને નિકોબાર-૧, લક્ષદ્વિપ-૪ સીટ પર મતદાન થનાર છે.
આ ઉપરાંત ઉત્તરપ્રદેશની આઠ, બંગાળની બે સીટો પર મતદાન થનાર છે. પ્રથમ તબક્કામાં ઉત્તરાખંડની તમામ પાંચ, આંધ્રપ્રદેશની તમામ ૨૫ અને તેલંગાણાની તમામ ૧૭ સીટો પર મતદાન યોજાના છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મી લોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે.
બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ ઉપર મતદાન થનાર છે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. દિલ્હીમાં છઠ્ઠા તબક્કામાં ૧૨મી મેના દિવસે મતદાન થશે. સૌથી વધારે ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળમાં સાતમાં રાઉન્ડમાં મતદાન થશે અને તમામ તબક્કામાં અહીં મતદાન થનાર છે. ૨૨ રાજ્યોમાં એક તબક્કામાં મતદાન થશે. તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી છે. આનાથી વોટરો એ બાબતને જાણી શકશે કે, તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ. આ વખતે ઇવીએમની અનેક સ્તર પર સુરક્ષાની ખાતરી કરવામાં આવી છે. દરેક ઉમેદવારને ફોર્મ ૨૬ ભરવાની ફરજ પડશે. દેશભરમાં કુલ ૧૦ લાખ પોલિંગ સ્ટેશનો ઉપર મતદાન કરાવવામાં આવશે. ૨૦૧૪માં આ સંખ્યા ૯ લાખ હતી. આ વખતે કેટલીક નવી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.