વર્ષ ૨૦૧૯માં યોજનાર લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે દરેક રાજકીય પક્ષ અને દરેક ગઠબંધન દ્વારા જોરદાર તૈયારી કરવામાં આવી રહી છે. ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે તમામ પાર્ટી તેમની પાસે રહેલા દરેક દાવપેંચને અજમાવી રહી છે. એકબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સામે આ વખતે ૨૦૧૪ની ચૂંટણી જેવો ઐતિહાસિક દેખાવ કરવાની બાબત ખુબ મુશ્કેલ દેખાઇ રહી છે. કારણ કે એકબાજુ તેના નેતૃત્વમાં સાથી પક્ષો એકમત દેખાઇ રહ્યા નથી. શિવ સેના, અપના દળ અને અન્ય પક્ષો ભાજપ માટે ગઠબંધનમાં હોવા છતાં સમસ્યા સર્જી રહ્યા છે. બીજી બાજુ કેટલાક જુના ઘટક પક્ષો એનડીએનો સાથ છોડી ચુક્યા છે. મોદીને કોઇ પણ રીતે હાર આપવા માટે વિરોધીઓ ભેગા થઇ રહ્યા છે.
બીજી બાજુ મોદીને સાથ આપવા એનડીએમાં પણ પૂર્ણ એકમતતા દેખાતી નથી. હાલમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ તેની પાસેથી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢ આંચકી લીધા બાદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં નવો ઉત્સાહ દેખાઇ રહ્યો છે. આવી સ્થિતીમાં તેમની પાર્ટીના પણ છેલ્લી ચૂંટણી કરતા ખુબ સારા દેખાવની અપેક્ષા રહેલી છે. જા કે કોંગ્રેસ અને ભાજપ સહિત તમામ પાર્ટીઓ માટે આગામી દિવસોમાં બેઠકોની વહેંચણી વેળા મુખ્ય સમસ્યા આવનાર છે. તમામ રાજકીય પક્ષો પોત પોતાની ગણતરી કરી રહ્યા છે. મોટી મોટી મહત્વકાંક્ષાના કારણે દરેક પાર્ટી સામે બેઠકની વહેંચણીની સમસ્યા ઉભી થાય તેમ માનવામાં આવે છે. રાજકીય પંડિતો પણ નક્કરપણે માને છે કે વર્ષ ૨૦૧૯માં યોજાનાર ચૂંટણીમાં બેઠકોની વહેંચણી તમામ માટે માથાના દુખાવા સમાન રહેનાર છે. કોઇ પાર્ટી પોતાના અÂસ્તત્વને લઇને જાખમ લેવા માટે તૈયાર નથી. ખાસ કરીને મોટી પ્રાદેશિક પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ માટે સમસ્યા ઉભી કરી શકે છે. મોટી પાર્ટીઓ નવા ગઠબંધન બનાવવા માટેના પ્રયાસમાં છે. જા કે તેમની સાથે બેઠકોની વહેંચણી મુખ્ય સમસ્યા તરીકે આવી રહી છે.
પહેલા જે રાજ્યોમાં ભાજપજુનિયર પાર્ટનર તરીકે છે ત્યાં પાર્ટીએ તેમની સ્થિતી ખુબ મજબુત બનાવી છે. આવી સ્થિતીમાં ક્ષેત્રીય પાર્ટીઓ માટે પડકારો વધી ગયા છે. જે પાર્ટી ભાજપની વિરુદ્ધમાં છે તેમના માટે સૌથી મોટી બાબત બીજા પક્ષો સાથે બેઠકોને લઇને તાલમેલ બેસાડી દેવાની છે. સાથે સાથે મતભેદો દુર કરીને કઇ રીતે આગળ વધવામાં આવે તે પણ સમસ્યા છે. એવી પણ પાર્ટીઓ છે જેમની મુખ્ય વિરોધી પાર્ટી કોંગ્રેસ પાર્ટી છે. સાથે સાથે આ પાર્ટી એવા કોઇ ગઠબંધનમાં સામેલ થઇ શકે નહીં જ્યાં કોંગ્રેસ પણ અંદર છે. કેટલાક પક્ષો હજુ પત્તા ખોલવા માટે બિલકુલ તૈયાર નથી. તમામ પાર્ટીઓ સ્થિતીની સમીક્ષા કર્યા બાદ જ કોઇ નવી જાહેરાત કરનાર છે. જેટલી વધુ સીટ જીતી શકાય તેટલી સીટ માટે ખાતરી કરવામાં આવી રહી છે. રાજ્યવાર ચિત્ર પર નજર કરવામાં આવે તો જોઇ શકાય છે કેરાજકીય રીતે ખુબ ઉપયોગી ગણાતા અને કેન્દ્રમાં સત્તામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરનાર ઉત્તરપ્રદેશમાં લોકસભાની ૮૦ સીટો છે. જે પૈકી ભાજપ પાસે ૭૧ સીટ છે અને અપના દળની બે સીટો છે. સમાજવાદી પાર્ટીની પાંચ અને કોંગ્રેસની માત્ર બે સીટો છે. ૨૦૧૪ લોકસભાની ચૂંટણીમાં માયાવતીને મરણતોળ ફટકો પડ્યો હતો. કારણકે તેમની પાર્ટી બહુજન સમાજ પાર્ટીનુ ખાતુ પણ ખુલ્યુ ન હતુ. વર્ષ ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણીમાં પણ એનડીએ દ્વારા જોરદાર સપાટો બોલાવી દેવામાં આવ્યો હતો. જ્યારે એનડીએને ૪૦૩ સીટ પૈકી ૩૨૫ સીટ મળી હતી. લોકસભા અને રાજય વિધાનસભાની ચૂંટણીમાં બસપ અને સપાની કારમી હાર થયા બાદ આ બંને પાર્ટીઓ સાથે મળીને ચૂંટણી લડવા તૈયાર થઇ ચુકી છે. તેમની વચ્ચે બેઠકોની વહેંચણી માટેની જાહેરાત પણ થઇ ચુકી છે. તમામ પાર્ટીની હાલત કફોડી બનેલી છે. વર્ષ ૨૦૧૯માં બેઠકોની વહેંચણી મોટી સમસ્યા છે.
મહારાષ્ટ્રની ૪૮ સીટની વાત કરવામાં આવે તો ભાજપને ૨૨ સીટો મળી હતી. શિવવસેનાને ૧૮ અને એનસીપીને છ સીટ મળી હતી. શિવસેના અલગ રીતે ચૂંટણી લડવા માટે ઇચ્છુક છે. જા કે ભાજપ શિવસેના સાથે ગઠબંધનને જારી રાખવા માટે ઉત્સુક છે. ભાજપ અને શિવસેનાને સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડનાર છે. વર્ષ ૨૦૧૯માં બન્ને ૨૦૧૪ની જેમ જ સાથે મેદાનમાં ઉતરી શકે છે. પશ્ચિમ બંગાળની ૪૨ લોકસભા સીટ પર ચૂંટણી નિર્ણાયક રહી શકે છે. વર્ષ ૨૦૧૪માં તૃણમુળ કોંગ્રેસન ૩૪ સીટ મળી હતી. કોંગ્રેસને ચાર સીટો મળી હતી. ભાજપ અને ડાબેરીઓને બે બે સીટ મળી હતી. બંગાળમાં પણ કોંગ્રેસ અને મમતા વચ્ચે જાડાણની શક્યતા દેખાઇ રહીછે. જા કે મમતા કેટલી બેઠક કોંગ્રેસને આપી શકે છે તે બાબત ઉપયોગી રહેશે. કોંગ્રેસને વર્ષ ૨૦૧૪માં ચાર સીટ મળી હતી. ભાજપ ૨૦થી વધારે સીટ જીતવા માટે ટાર્ગેટ ધરાવે છે. ભાજપ અને મમતાના મુખ્ય વિરોધ પક્ષ તરીકે છે.
બિહારમાં ચિત્ર રોમાંચક બનનાર છે. ૨૦૧૪માં ભાજપને ૨૨ અને એલજેપીને છ સીટ મળી હતી. આરએલએસપીને ત્રણ સીટ મળી હતી. એકલા હાથે ચૂંટણી લડનાર જેડીયુને માત્ર બે સીટ મળી હતી. આરજેડીને ચાર અને કોંગ્રેસને કોઇ સીટ મળી ન હતી. આરજેડીનુ નેટવર્ક વધ્યુ છે. કારણ કે તેમની સાથે યાદવ અને મુસ્લિમ મતદારો રહેલા છે.બિહારમાં ભાજપ અને જેડીયુ સાથે મળીને ચૂંટણી લડનાર છે.