નવી દિલ્હી : લોકસભા ચૂંટણી આડે પાંચ મહિનાથી પણ ઓછો સમય રહ્યો છે ત્યારે ભાજપે પણ આક્રમક તૈયારી સાથે કમરકસી લીધી છે. આના ભાગરુપે જ ભાજપે ૧૭ રાજ્યોમાં પ્રભારીની નિમણૂંક કરી લીધી છે. પાર્ટીઓએ તમામ રીતે આક્રમક તૈયારી કરી છે. ૧૭ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રભારીની નિમણૂંક કરી દેવામાં આવી છે. આ નિમણૂંકને તાત્કાલિક ધોરણે અમલી કરવામાં આવી ચુકી છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિ અરુણ સિંહનું નામથી જારી કરવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, તમામ પ્રભારીઓની નિમણૂંક લોકસભા ચૂંટણી પ્રભારી, સહપ્રભારીના હોદ્દા ઉપર થઇ છે જેમાં એ ત્રણ રાજ્યો પણ સામેલ છે જ્યાં હાલમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ચુકી છે.
ભાજપે મધ્યપ્રદેશમાં સ્વતંત્રદેવસિંહ અને સતીષ ઉપાધ્યાય, રાજસ્થાનમાં પ્રકાશ જાવડેકર અને સુધાંશુ ત્રિવેદી અને છત્તીસગઢમાં અનિલ જૈનને પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ ત્રણ રાજ્યો ઉપરાંત આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મણિપુર, નાગાલેન્ડ, ઓરિસ્સા પંજાબ, સિક્કિમ, તેલંગાણા, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, અન્ય રાજ્યોમાં પ્રભારીની નિમણૂંક કરવામાં આવી છે.
લોકસભા ચૂંટણી માટે સૌથી વધારે મહત્વપૂર્ણ ગણાતા ઉત્તરપ્રદેશમાં ત્રણ પ્રભારીની નિમણૂંક કરવામાં આવી છે જેમાં ગોરધન ઝડફિયા, દુષ્યંત ગૌત્તમ, નરોત્તમ મિશ્રાનો સમાવેશ થાય છે. લોકસભાને લઇને ભાજપ અને કોંગ્રેસે હવે છેલ્લીઘડની તૈયારીઓ હાથ ધરી છે. તેના ભાગરુપે આ નિમણૂંક ભાજપે પણ કરીને પોતાની તૈયારીઓનો સંકેત આપી દીધો છે. લોકસભા ચૂંટણી આડે હવે ખુબ ઓછો સમય રહ્યો છે. માત્ર પાંચ મહિનાનો સમય રહી ગયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.