નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના પરિણામ હવે જાહેર કરવામાં આવ ચુક્યા છે. દેશના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જોરદાર અને અભૂતપૂર્વ વિશ્વાસ દર્શાવ્યો છે. જો કે આ વખતે જે પ્રતિનિધીઓને ચૂંટી કાઢીને મોકલી દેવામાં આવ્યા છે તેમાં કરોડપતિ સાંસદોથી લઇને અપરાધિક કેસ ધરાવતા સાંસદોની સંખ્યા પહેલા કરતા વધારે દેખાઇ રહી છે. લોકસભા ચૂંટણીમાં જીતી ગયેલા સાંસદો પૈકી ૪૭૫ સાંસદો કરોડપતિ છે. સંસદમાં પહોંચી ગયેસલા સાંસદોની કરોડપતિ સંખ્યા વધી છે.
આ વખતે ૮૮ ટકા સાંસદ એક કરોડથી વધારેની સંપત્તિ ધરાવે છે. આવી જ રીતે ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા સાંસદોની સંખ્યામાં પમ વધારો થયો છે. આવા સાંસદોની સંખ્યા ૨૩૩ રહી છે. એટલે કે ૨૩૩ સાંસદો પર અપરાધિક કેસ રહેલા છે. મુÂસ્લમના સાંસદોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેમની સંખ્યા છેલ્લી લોકસભાની ચૂંટણી બાદ ૨૨ હતી. જે આ વખતે વધીને ૨૬ થઇ ગઇ છે. કોંગ્રેસના ૫૧ સાંસદોના એફિડેવિટ અંગે માહિતી હાથ લાગી છે. જેમાંથી ૪૩ સાંસદો કરોડપતિ છે.
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના પુત્ર છિંદવાડાથી સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા છે. તેઓ આ નવી લોકસભામાં સૌથી અમીર સાંસદ તરીકે છે. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ સંસ્થા દ્વારા આ મુજબના આંકડા જારી કરવામાં આવ્યા છે. એડીઆર દ્વારા આ વર્ષે ચૂંટાઇ આવેલા તમામ ૫૩૯ સાંસદોની એફિડેવિટમાં ચકાસણી કરી છે. એડિફેડિવટમાં સમીક્ષા કરવામાં આવ્યા બાદ આ આંકડો જારી કરવામાં આવ્યો છે. ૧૭મી લોકસભામાં ભાજપના ૩૦૩ સાંસદો છે. કોંગ્રેસના ૫૨ સાંસદો છે. એડીઆરમાં કહેવામાં આવ્યુ છે કે ૫૪૨ સાંસદો પૈકી બે ભાજપના અને એક કોંગ્રેસના એફિડેવિટ અંગે માહિતી મળી શકી નથી. બાકી તમામ સાંસદોના આંકડામાં વ્યાપક મુલ્યાંકન કરવામાં આવ્યા બાદ તપાસ કરવામાં આવી છે. આંકડા દર્શાવે છે કે ભાજપના ૩૦૧ સાંસદો પૈકી ૨૬૫ સાંસદ અથવા તો ૮૮ ટકા સાંસદ કરોડપતિ છે. એનડીએમાં સામેલ શિવસેનાના તમામ વિજેતા ૧૮ સાંસદો એક કરોડથી વધારેની સંપત્તિ ધરાવે છે. આવી જ રીતે કોંગ્રેસના ૫૧ સાંસદોના એફિડેવિટમાં માહિતી મળી છે. જેમાંથી ૪૩ સાંસદ કરોડપતિ છે. ભાજપના ૩૦૧ સાંસદો પૈકી ૮૮ ટકા કરોડપતિ હોવાની વિગત ખુલ્યા બાદ તેની ચર્ચા છે. ડીએમકના ૨૩ સાંસદો પૈકી ૨૨ ટકા અને તૃણમુળ કોંગ્રેસના ૨૨ પૈકી ૨૦ સાંસદો કરોડપતિ હોવાની માહિતી સપાટી પર આવી છે.
એડીઆર રીપોર્ટ મુજબ ટોપના ત્રણ કરોડપતિ ઉમેદવારમાં ત્રણેય કોંગ્રેસના છે. કમલનાથના પુત્ર નકુલનાથની સંપત્તિ ૬૬૦ કરોડ રૂપિયાની છે. અપરાધિક કેસવાળા સાંસદોની સંખ્યા ૨૩૩ નોંધાઇ છે. ગંભીર અપરાધના મામલામાં કેસ જેમની સામે રહેલા છે તેવા સાંસદોની સંખ્યા ૧૫૯ જેટલી નોંધાઇ છે.મહિલાઓની સામે અપરાધના આરોપી સાંસદોની સંખ્યા ૧૯ નોંધાઇ છે. અપરાધિક કેસોમાં દોષિત જાહેર થયેલા હોય તેવા સાંસદોની સંખ્યા ૧૦ જેટલી નોંધાઇ છે.
આંકડાને લઇને વ્યાપક સમીક્ષા કરવામાં આવી ચુકી છે. નવી લોકસભાની રચના હવે થવા થઇ રહી છે. લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવી ચુક્યા છે. જેમાં ભાજપની પ્રચંડ જીત થઇ છે. ભાજપને ૩૦૩ સીટો મળી છે.