લોકલના ૧૫૨ વર્ષ….

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મુંબઈ : ૧૨મી એપ્રિલ ૧૮૬૭ના દિવસે વિરારથી પ્રથમ લોકલની શરૂઆત થઇ હતી

  • ૧૮૯૨ સુધી ટ્રેનોની સંખ્યા વધારવામાં આવી હતી. વિરાર જતી લોકલ ટ્રેનોની સંખ્યા ચાર કરાઈ હતી. બોરીવલી માટે એક અને બાંદરા માટે ૨૭ લોકલ ટ્રેનોની શરૂઆત થઇ હતી.
  • પ્રથમ ફાસ્ટ લોકલ બેંક બે સ્ટેશનથી બાંદરા રુટ ઉપર ચાલી હતી
  • વર્ષ ૧૯૦૦માં વિરાર માટે પાંચ, બોરીવલી માટે સાત, અંધેરી માટે ત્રણ, બાંદરાથી જતી લોકલ ટ્રેનોની સંખ્યા ૨૯ થઇ હતી
  • ૧૯૨૫માં જુદી જુદી તકલીફોને દૂર કરવા માટે સ્ટીમ એન્જિનની જગ્યાએ ઇલેક્ટ્રી એન્જિનની શરૂઆત થઇ હતી
  • આજે દરરોજ ૩૫ લાખ યાત્રી લોકલ ટ્રેનમાં યાત્રા કરે છે
  • વેસ્ટર્ન રેલવેમાં દરરોજ ૧૩૨૩વખત લોકલ ટ્રેનોની અવરજવર થાય છે
  • દર ત્રીજી મિનિટે આગામી ટ્રેન આવે છે
  • લોકલની શરૂઆત કરવામાં આવ્યા બાદ સેવા માત્ર એક રાઉન્ડ સુધીની શરૂઆતમાં રખાઈ હતી
  • પ્રથમ ટ્રેન સવારે ૬.૪૫થી વિરારથી રવાના થતી હતી અને સાંજે ૫.૩૦ વાગે બોમ્બે બેક બે ઉપર પહોંચતી હતી

 

Share This Article