નવા નાણાંકીય વર્ષની પ્રથમ ત્રિમાસિક નાણાંકીય સમીક્ષામાં રિઝર્વ બેંકે પોતાની મુઠ્ઠી હજુ વધારે ખોલી છે. એટલે કે સતત બીજી વખત રેપો રેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ક્રમમાં રેપ રેટ ઘટીને હવે છ ટકા થઇ ગયો છે. રેપો રેટ એ દર છે જેના પર તમામ બેંક પોતાના બિઝનેસ માટે રિઝર્વ બેંક પાસેથી નાણાં મેળવે છે. ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવેલી નીતિમાં રેપો રેટ ૬.૫૦ ટકાથી ઘટાડીને ૬.૨૫ ટકા કરવામાં આવ્યો હતો. આરબીઆઇને રિટેલ મોંઘવારી કાબુમાં રહેવાનો વિશ્વાસ છે. જેથી તે વ્યાજદરમાં નરમી રાખી રહી છે. તેને આશા છે કે બે મહિનાની અંદર મુખ્ય વ્યાજદર અડધા ટકા નીચે લાવવામાં આવ્યા બાદ લોકો મોંઘી ચીજવસ્તુઓ અને ઘર ખરીદવા માટે આગળ આવશે. સાથે સાથે નવી માંગ ઉભી થશે.
કંપનીઓ પોતાના રોકાણને વધારશે. સાથે સાથે અર્થવ્યવસ્થમાં જોરદાર તેજી આવનાર છે. એમ કહી શકાય છે કે આરબીઆઇના ગવર્નર તરીકે શÂક્તદાસનુ સંપૂર્ણ ધ્યાન રોકાણ પર કેન્દ્રિત છે. ફુગાવાને કાબુમાં રાખવા માટેના તેમના પ્રયાસો સફળ સાબિત થઇ રહ્યા છે. છેલ્લી નીતિ જારી કરવામાં આવ્યા બાદથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલની કિંમતમાં ૧૦ ટકા સુધી વધારો થયો છે. પરંતુ વર્ષ ૨૦૧૯માં મોનસુન સામાન્ય રહેશે તેમ માનીને રિઝર્વ બેંકે વર્ષના મોંધવારીમાં ઘટાડો કર્યો છે. તેના અંદાજમાં કાપ મુક્યો છે. વિકાસ દરના અંદાજમાં આરબીઆઇને ઘટાડો કરવાની ફરજ પડી છે.
સતત બીજી વખત રિઝર્વ બેંક દ્વારા રેપોરેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ૨૦૧૬માં આની રચના કરવામાં આવ્યા બાદ મોનિટરી પોલિસી દ્વારા બીજી વખત વ્યાજદરમાં ઘટાડો કરાયો છે. છેલ્લી ફેબ્રુઆરીની પોલિસી બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી ૬.૨૫ ટકા કરાયો હતો. એનપીસીએ ૨૫ બેઝિક પોઇન્ટનો રેટમાં ઘટાડો કરવા ૪-ધો હતો. રિવર્સ રેપોરેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આની સાથે જ આ દર ૫.૭૫ ટકા થયો છે. કમિટિએ નાણાંકીય વર્ષ ૨૦૨૦ના જીડીપી ગ્રોથનો અંદાજ ૭.૨ ટકા આંકવામાં આવ્યો છે. સીપીઆઈ ફુગાવો ૨.૪ ટકા રહ્યો છે. ૨૦૧૮-૧૯ના ચોથા ત્રિમાસિક ગાળામાં સીપીઆઈ ફુગાવો વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ગાળામાં ૨.૯થી ૩ ટકા રહ્યો હતો.
એલએએફ હેઠળ પોલિસી રેપોરેટમાં ઘટાડો તાત્કાલિકરીતે અમલી કરવામાં આવ્યો છે. એમએસએફના દર અને બેંક રેટના દર ૬.૨૫ ટકાના દરે રહ્યા છે. આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિ દ્વારા આજે તેના પરિણામ ત્રણ દિવસની બેઠક બાદ જાહેર કર્યા હતા. મોનિટરી પોલિસી કમિટિએ રેટમાં કાપની તરફેણમાં ૪-૨ની બહુમતિથી નિર્ણય આપ્યો હતો. રિઝર્વ બેંક દર ત્રણ મહિનામાં આર્થિક નીતિઓની સમીક્ષા કરે છે. આ ગાળા દરમિયાન વ્યાજદરો અથવા તો પોલિસી રેટ ઘટાડવા અથવા વધારવાના સંદર્ભમાં નિર્ણય કરવામાં આવે છે. આ જાહેરાતની સાથે અમે વારંવાર રિવર્સ રેપોરેટ, રેપોરેટ, સીઆરઆર, એસએલઆર જેવા શબ્દો સાંભળીએ છીએ. બેંકોને પોતાના દરરોજના કામકાજ માટે એવી મોટી રકમની જરૂર હોય છે જેની અવધિ એક દિવસથી વધારેની હોતી નથી.