લાઈવ DJ, રેઇન ડાન્સ, કલર્સ બ્લાસ્ટ, બલૂન ફાઇટ તથા નાસિક ઢોલ સાથે માણો હોળી રાધે ઈવેન્ટ્સ સાથે

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

અમદાવાદ : અમદાવાદમાં હોળી- ધૂળેટીના પર્વ પર અનેક લોકો ઉમંગના રંગો સાથે રંગાશે. હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આ ઉમંગ અને ઉત્સાહના પર્વને લઈને આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાધે ઈવેન્ટ્સ દ્વારા આ ઉત્સાહના પર્વને લઈને 25મી માર્ચના રોજ અમદાવાદના એસપી રિંગરોડ ખાતે આવેલ પ્લેઝન્ટ પાર્ટી પ્લોટ ખાતે “પેરેડાઇઝ હોળી ફેસ્ટિવલ”નું આયોજન કરવામાં આવશે. આ હોળી સેલિબ્રેશનમાં ઇન્ટરનેશનલ ડીજે ક્રિષ્પી અને ડીજે મોનું ચાર ચાંદ લગાવશે.

holi radhe event

 હોળી સેલિબ્રેશન અંગે લોકોમાં વધુ ઉત્સાહ જગાવવા માટે રાધે ઈવેન્ટ્સ દ્વારા પ્રી- હોળી પાર્ટીનું આયોજન કરાયું હતું. જેમાં રાધે ઈવેન્ટ્સના ઓર્ગેનાઈઝર ટીમ સહીત ઘણાં જાણીતા ચહેરાઓ  ઉપસ્થિત રહ્યાં હતા. આ અંગે રાધે ઇવેંટ્સના ફાઉન્ડર  નારણ ગઢવીએ જણાવ્યું હતું કે,”રાધે ઈવેન્ટ્સ છેલ્લાં ઘણાં વર્ષોથી હોળી સેલિબ્રેશનનું આયોજન કરે છે. અમારી આ  હોળી પાર્ટી અમદાવાદની સૌથી મોટી હોળી ઇવેન્ટ બનશે તેવો અમને વિશ્વાસ છે. સવારથી સાંજ સુધી લોકોને હોળીની  રમઝટ માણવા મળશે. અહીં લાઈવ ડીજે, રેઇન ડાન્સ, કલર્સ બ્લાસ્ટ, બલૂન ફાઇટ તથા નાસિક ઢોલ વગેરેથી બાળકોથી  માંડીને દરેક ઉંમરના લોકો ઝૂમી ઉઠશે.”

Share This Article