લીવા ક્યૂ : દુનિયાનું સૌથી નાનું પીસી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ટેક કંપની એલાઈટ ગ્રુપ કોમ્પ્યૂટર સિસ્ટમ્સ (ECS)એ મંગળવારે દુનિયાનું સૌથી નાનું વિન્ડોઝ આધારિત મિની પીસી લૉન્ચ કરવાની જાહેરાત કરી. નવું ‘લીવા ક્યૂ’ પૉકેટ સાઈઝનું મિની પીસી છે જે આધુનિક ઈન્ટેલ એપોલો લેક એસઓસી પ્રોસેસર, 4 જીબી રેમ, 32 GB EMMC સ્ટોરેજ અને HDMI 2.0થી સજ્જ છે.

લીવા પ્રોડક્ટ્સની નવી સીરીઝ 4K કન્ટેન્ટ પ્લેબેકને સપોર્ટ કરે છે. લીવા ક્યૂમાં ડ્યૂલ નેટવર્ક ઑપ્શન, સ્ટાન્ડર્ડ RJ 45 લેન કનેક્ટર, 802.11 એસી+, બ્લૂટૂથ 4.1 વાયરલેસ કનેક્શનની સૈથે કનેક્ટિવિટી જેવા ફિચર્સ છે.

સ્ટોરેજની વાત કરીએ તો તેમાં 128 GB સુધીનું મેમરી કાર્ડ સપોર્ટ થઈ શકે છે. દુનિયાનું સૌથી નાનું આ પીસી માત્ર 31.4 mm સાઈઝ અને 260 ગ્રામ વજન ધરાવે છે. 0.15 એલનું મિની પીસી વીઝા માઉન્ટની સાથે આવે છે.

આ પીસીને મોનિટરના રિમોટથી ઑન-ઑફ કરી શકાય છે. તેમાં પીસી ફંક્શન્સની સાાથે કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. લીવા ક્યૂની કિંમત 4G/32 GB, 10 હોમ સાથે 15,500 રૂપિયા છે જ્યારે લીવા ક્યૂ 4G/32GB OS વિનાના પીસીની કિંમત 13,500 રૂપિયા છે.

Share This Article