જૂનાગઢ શહેરમાં સિંહોના આંટાફેરા વધ્યા છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોની અવર-જવર વધી છે. ગઈકાલે મોડી રાત્રે સિંહે ગાયનો શિકાર કર્યો. જૂનાગઢ શહેરમાં સિંહોના આંટાફેરા વધ્યા છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોની અવર-જવર વધી છે. ગઈકાલે મોડી રાત્રે સિંહે ગાયનો શિકાર કર્યો. તો અન્ય એક વિસ્તારમાં મારણ કરવા આવેલ સિંહોને ગાયના ઝુંડે ભગાડ્યા હતા. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં સિંહ આવી ચડતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો. દરમ્યાન મારણની શોધમાં આવેલ સિંહે ગાયનો શિકાર કર્યો. સિંહના આંટાફેરા વધતા શહેરીજનોએ વનવિભાગને ફરીયાદ કરી.
શહેરમાં મેઘાણીનગર ઉપરાંત મધુરમ સોસાયટીમાં પણ સિંહોની અવર-જવર વધુ જોવા મળે છે. વાંરવાર આ સોસાયટીની મુલાકાતે આવતા સિંહોની લટારનો લોકો વીડિયો બનાવે છે અને સોશિયલ મીડિયામાં શેર કરે છે. મધુરમ સોસાયટીમાં આવતા સિંહોને લઈને વન વિભાગે જણાવ્યું કે આ ટોળું એક સિંહ ફેમીલી છે. જેમાં એક માદા અને ત્રણ સિંહ બાળ છે. આ સિંહ ફેમીલી પોતાના ખોરાકની શોધમાં અવારનવાર મધુરમ સોસાયટીમાં આવે છે અને ત્યાં રખડતા ઢોરનો શિકાર કરે છે. થોડા દિવસ પહેલા જ સિંહ ફેમીલીએ મધુરમ સોસાયટીના વિસ્તારમાં જ ગાયનું મારણ કર્યું હતું. વધુમાં એક અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં આ સિંહ ફેમીલી દ્વારા કોઈ માનવનું મારણ કરાયું નથી. પરંતુ સિંહના આંટાફેરા વધતાં વન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા ખાસ સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. જંગલના રાજાએ ગાયનો શિકાર કર્યો. તો જૂનાગઢમાં જ અન્ય એક ઘટનામાં ગાયોએ મારણ કરવા આવેલ સિંહોને ભગાડ્યા. લોકોએ તમામ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા. જૂનાગઢમાં સિંહોની લટારના કિસ્સા વધવા લાગ્યા છે. શહેરી રહીશો સિંહની અવર-જવર વધતા ચિંતિત થયા છે. તેઓ ઘરની બહાર નીકળતા પણ ડરે છે. ખાસ કરીને બાળકોને એકલા છોડતા નથી. પરંતુ આ સ્થિતિ ક્યાં સુધી રહેશે ? શહેરી રહીશોએ સિંહોના આંટાફેરા મામલે વન વિભાગને જાણ કરી છે અને સુરક્ષાને લઈને જરૂરી પગલાં લેવા વિનંતી કરી.