વિજળી ગરજી અને દુલ્હને લગ્ન તોડી નાંખ્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

તમે ઘણા લોકોના લગ્નજીવનને તૂટતા જોયા હશે, પરંતુ એક લગ્નજીવન શરૂ થતા પહેલા જ ફક્ત વિજળી ગરજવાને કારણે તૂટી ગયું. ફિલ્મોમાં વિજળી અને વરસાદ સાથે રોમાન્ટિક દ્રશ્યો ફિલ્માવવામાં આવતા હોય છે.બિહારમાં એક જગ્યાએ વિજળીનો ચમકારો થયો અને એક લગ્નજીવન શરૂ થાય તે પહેલાં જ તૂટી ગયુ હતુ. બંને પક્ષો વચ્ચે માર પીટ થઇ અને મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો.

બિહારના એક ગામમાં અજીબ ઘટના બની હતી. એક યુગલના લગ્ન ચાલી રહ્યા હતા અને લગ્નની અડધી વિધિ પૂર્ણ થઇ ચૂકી હતી. અચાનક જ દુલ્હને લગ્ન કરવાથી ઇન્કાર કરી દીધો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યુ કે તેને લગ્ન કેમ નથી કરવા ત્યારે તેણે જવાબ આપ્યો કે હમણા વિજળીનો ચમકારો થયો ત્યારે વરરાજાએ દુલ્હનને કહ્યુ કે, તેને વિજળીથી બીક લાગે છે. જ્યારે વધારે વિજળીના કડાકા થયા ત્યારે તે અજીબ હરકત કરવા લાગ્યો હતો. દુલ્હનને આવો વિચિત્ર વ્યવહાર કરનાર વ્યક્તિ સાથે લગ્ન નથી કરવા તેમ કહીને લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

બાદમાં બંને પક્ષો વચ્ચે મારપીટ થઇ હતી અને પોલીસે આવીને બધુ થાળે પાડ્યુ હતુ.

Share This Article