લાઈફસ્ટાઈલ વેલનેસ સેન્ટરે અમદાવાદ દ્વારા હાઇપરબેરિક ઑક્સિજન થેરાપી (HBOT)નો પ્રારંભ

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ : લીડિંગ હેલ્થ કેર પ્રોવાઇડર લાઈફસ્ટાઈલ વેલનેસ સેન્ટર દ્વારા અમદાવાદમાં પ્રથમવાર હાઇપરબેરિક ઑક્સિજન થેરાપી (HBOT)નો પ્રારંભ કર્યો છે. લાઈફસ્ટાઈલ વેલનેસ સેન્ટર થકી આ અદ્યતન નોન-ઇન્વેસિવ સારવાર વિકલ્પ હવે અમદાવાદ શહેરમાં લોકોને ઉપલબ્ધ થઈ છે.

હાઇપરબેરિક ઑક્સિજન થેરાપી એ એવી પદ્ધતિ છે, જેમાં દર્દીને ખાસ તૈયાર કરેલા પ્રેશરાઇઝ ચેમ્બરમાં શુદ્ધ ઑક્સિજન શ્વસન કરાવવામાં આવે છે. લોહીના પ્રવાહમાં ઓક્સિજનની સાંદ્રતામાં વધારો શરીરની કુદરતી સારવાર પ્રક્રિયાઓને વેગ આપે છે. એટલું જ નહિ આ થેરાપી વિવિધ એક્યુટ અને ક્રોનિક કન્ડિશનની સારવારમાં ફાયદાકારક સાબિત થઈ છે.

આ સારવાર ડાયાબિટીસ વાઉન્ડ, રેડિએશન ઈન્જરી, કાર્બન મોનૉઑક્સાઇડ પોયઝનીંગ, ગંભીર એનિમિયા, ક્રશ ઇન્જરી, સ્ક્રીન ગ્રાફ્ટ ફેઇલ્યોર જેવી સ્થિતિમાં લાભદાયી સાબિત થઈ છે. આજે આ માત્ર તબીબી ઈમર્જન્સી માટે નહીં, પણ ઓક્સિડેટિવ તણાવ ઘટાડવા, કોષીય પુનર્જીવન અને સામાન્ય તંદુરસ્તી સુધારવા માટે પણ અપનાવવામાં આવી રહી છે.

આ અંગે વાત કરતા લાઈફસ્ટાઈલ વેલનેસ સેન્ટરના ફાઉન્ડર સ્વપ્નિલ શાહે જણાવ્યું હતું કે,“અમને આનંદ છે કે હવે અમદાવાદમાં સૌપ્રથમવાર હાઇપરબેરિક ઑક્સિજન થેરાપીનું વૈજ્ઞાનિક અને સમર્થિત રૂપમાં સુવિધા ઉપલબ્ધ થઈ છે. ઈજાથી બહાર આવતા લોકો કે દીર્ઘકાળીન રોગોથી પીડાતા હોય, કે પછી સારું સ્વાસ્થ્ય મેળવવાની ઈચ્છા રાખતા હોય એ માટે HBOT એક પાવરફૂલ થેરાપી છે. અમારું ધ્યેયતબીબ જ્ઞાન અને આરોગ્ય ચિંતનને ભેગું કરી લોકોને નવી દિશા આપવાનું છે.”

આ થેરાપી યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા માન્યતા પ્રાપ્ત છે જેમ કે, એર એમ્બોલિઝમ, ડિકમ્પ્રેશન સિક્નેસ, ગેસ ગેંગરિન, અચાનક સાંભળવાની ક્ષમતા ગુમાવવી અને ગંભીર બળતરાનો સમાવેશ થાય છે. વિશ્વભરમાં આ થેરાપીનો ઉપયોગ મગજ સંબંધિત રોગો, સર્જરી બાદ સાજા થવાનાં કેસો અને ઍથલિટિક પરફોર્મન્સ રિકવરી માટે પણ થાય છે.

લાઈફસ્ટાઈલ વેલનેસ સેન્ટર HBOT માટે આધુનિક અને આરામદાયક સુવિધાઓ ધરાવે છે. દરેક સેશન સામાન્ય રીતે 60 થી 90 મિનિટનો હોય છે અને ન્યુનતમ જોખમ સાથે નિષ્ણાતોની દેખરેખ હેઠળ કરવામાં આવે છે.

લાઈફસ્ટાઈલ વેલનેસ સેન્ટર એ ગુજરાતનું એકમાત્ર સેન્ટર છે, જ્યાં નોન – ઇન્વેસિવ હાર્ટ થેરાપી જેમ કે EECP અને ESMR સારવાર આપે છે. હવે HBOT થેરાપી સાથે આ સેન્ટર નોન – ઇન્વેસિવ ઉપચારમાં અગ્રણી સ્થાને રહ્યું છે.

Share This Article