અમેરિકાના કંસાસ સિટીમાં ગત વર્ષે એક ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચિભોટલાની હત્યા કરનાર અમેરિકન નેવીના નિવૃત અધિકારીને આજીવન કેદની સજા સંભળાવાઈ છે. અમેરિકા નૌસેનામાં કાર્યરત રહી ચૂકેલા 52 વર્ષીય એડમ પ્યૂરિંટને 22 ફેબ્રુઆરી, 2017એ ગેટ આઉટ ઓફ માઈ કંટ્રી એવી બૂમો પાડતા 32 વર્ષીય કુચિભોટલાને ગોળી મારી હતી.
આ વર્ષે માર્ચમાં પ્યૂરિંટને કુચિભોટલાની હત્યાનો ગુનો કબૂલ કર્યો છે. પ્યૂરિંટનને કુચિભોટલાની હત્યા સિવાય કુચિભોટલાના મિત્ર આલોક મદાસની અને તેની પાસે જ ઉભેલા એક અન્ય વ્યક્તિની હત્યાનો પ્રયત્ન કરવાના આરોપસર દોષી માનવામાં આવ્યો છે. સમગ્ર ઘટના ઓલેથ સિટીના એક બારમાં ઘટી હતી. કુચિભોટલાને ગોળી માર્યા બાદ પ્યુરિટન બારમાંથી ભગાડીને લઈ જવાયા તો કુચિભોટલાના મિત્ર આલોક અને એક અન્ય વ્યક્તિએ તેમનો પીછો કર્યો.
આ વિશે પ્યૂરિંટને તેમની પર પણ ગોળી ચલાવી દીધી હતી. કંસાસ સિટીના ફેડરલ કોર્ટે શુક્રવારે પ્યૂરિંટનને કુચિભોટલાની હત્યા માટે આજીવન કેદ અને બે અન્ય લોકોની હત્યાનો પ્રયત્ન કરવાના પ્રત્યેક ગુના માટે 165 મહિનાની સજા સંભળાવી છે.