શું તમે ડ્રાઇવિંગ કરો છો ? તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે ? તો ખુશ થઇ જાવ કારણકે, તમારા માટે એક સારા સમાચાર છે. હવે ડ્રાઇવિંગ લાઇસન્સ એક્સપાયરી ડેટ પહેલા પણ રિન્યુ થઇ શકશે. વાહન વ્યવહાર કમિશને એક્સપાયરી ડેટથી 365 દિવસ પહેલા અરજી કરી શકાય તેવા ફેરફાર લાઇસન્સ રિન્યુ કરવાના સોફ્ટવેરમાં કર્યા છે. આ નિર્ણય નાગરિકો માટે ઉત્તમ છે. કારણકે આ નિર્ણયથી તમારુ લાઇસન્સ એક્સપાયર ના થયુ હોય તે પહેલા તમે રિન્યુ કરાવી શકો છો. જેનાથી છેલ્લી ઘડીએ થતી દોડધામમાંથી તમે મુક્તિ મેળવી શકો છો.
20 થી 30 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવનાર વ્યક્તિને 20 વર્ષ સુધીનું ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવે છે. તેનાથી વધુ વયના નાગરિકોને 5 કે 10 વર્ષ સુધીનું લાઇસન્સ આપવામાં આવે છે. 50 વર્ષથી વધુ વય ધરાવનાર વ્યક્તિને મેડિકલ ચેક-અપ બાદ લાઇસન્સ આપવામાં આવે છે. હેવી સાધન ધરાવનાર વ્યક્તિને દર 3 વર્ષે લાઇસન્સ રિન્યુ કરાવવું પડે છે.
જો લાઇસન્સ રિન્યુ કરાવવાની તારીખ વીતી ગઇ હોય તો, 60 સેકન્ડમાં ઢાળ ચડાવવાની અને 120 સેકન્ડમાં રિવર્સની પ્રક્રિયા કરવી પડતી હોય છે. તેમાંથી નાગરિકોને છુટ્ટી મળી જશે.