એક બ્રાંડ રજૂ કરનારી કાર લેક્સસ એલએસનું ભારતમાં આગમન થયું છે. એલએસ૫૦૦ની ખૂબ જ પૂર્વાનૂમાનિત પાંચમી જનરેશન ટૂંક સમયમાં જ ભારતમાં ઉપલબ્ધ થશે, જે આપની લક્ઝુરિયસ યાત્રાને વધુ શ્રેષ્ઠ બનાવવાનું વચન આપે છે. એલએસ૫૦૦એચ વર્ષોની કારીગીરીનું પરિણામ છે, જે ડિઝાઇનથી લઇને પર્દર્શન અને ક્મફર્ટ સુધી શ્રેષ્ઠ ડ્રાવઇનું અનુભવ આપે છે.આશરે ત્રણ દાયકાથી લક્ઝરી લેક્સસ પાવરટ્રેન સ્મૂથનેશ, રાઇડ ક્વાઇટનેસ, ક્રાફ્ટમેનશિપ, લાંબાગાળાની ગુણવત્તામાં બેંચમાર્ક સ્થાપિત કર્યો છે.
લેક્સસ ઇંડિયાના ચેરમેન એન રાજાએ જણાવ્યું કે ઉત્તમ જિંદગી જીવનારા લોકોની માટે લેક્સસ એલએસ૫૦૦એચનું ભારતમાં આગમન થયું છે. અમે ભારતીય કાર માલિકોના ઉચ્ચ માપદંડો વિશે વિચારીએ છીએ અને તેથી જ આ નવી એલએસ પોતાની ડિઝાઇન અને દુનિયાની પ્રથમ મલ્ટીસ્ટેજ હાઇબ્રિડ સિસ્ટમની દક્ષતા તેમને પ્રભાવિત કરી દેશે.
એલએસ૫૦૦એચ લેક્સસની વિશેષતાઃ
- બોલ્ડ ડિઝાઇનનો અર્થ છે કે પારંપરિક થ્રી-બોક્સ ડિઝાઇનની રૂમીનેસ ૪-ડોર કૂપાનું આકર્ષણ
- સિક્સ લાઇટ કેબિન
- અત્યંત કઠોર ગ્લોબલ આર્કિટેક્ચર – લક્ઝરી પ્લેટફોર્મ
- લેંગ વ્હિકલ બેસમાં નવી મલ્ટી-લિંક એર સસ્પેંશન સિસ્ટમ
- ૩૨૦.૮ કેવી લીથિયમ આયન બેટરીથી સજ્જ ૩.૫ લીટર વી૬ પેટ્રેલ એંજિન
- ૧૫.૩૮ કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ
- ઇલેક્ટ્રીક મોટર અને સિમુલેટે ૧૦-સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશનનું યોગ્ય સંયોજન
- ૨૩-સ્પીકર માર્ક લેવિન્સન ક્વોન્ટમ લોજિક ઇમર્શન રેફરંસ સાઉંડ સિસ્ટમ
લેક્સસ એલએસ૫૦૦એચની બુકિંગ ૧૫ જાન્યુઆરી, ૨૦૧૮થી શરૃ કરવામાં આ છે. લક્ઝરી ગ્રેડમાં તેની એક્સશોરૂમ કિંમત ૧,૭૭,૨૧,૦૦૦ રૂપિયા, અલ્ટ્રા લક્ઝરી ગ્રેડ માટે ૧,૮૨,૨૧,૦૦૦ રૂપિયા અને ડિસ્ટિંક્ટ ગ્રેડ માટે ૧,૯૩,૭૧,૦૦૦ રૂપિયા રાખવામાં આવી છે.