લગ્રોં ઈન્ડિયાએ અત્યાધુનિક એક્સપીરિયન્સ સેન્ટર ઈનોવલનું ઉદઘાટન કર્યું

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

અમદાવાદ: ઈલેક્ટ્રિકલ અને ડિજિટલ બિલ્ડિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અગ્રણી લગ્રોં ઈન્ડિયા દ્વારા અમદાવાદમાં તેનું અત્યાધુનિક એક્સપીરિયન્સ સેન્ટર ઈનોવલનું ઉદઘાટન કરાયું હતું. ઈનોવલ તેની ઈન્ડિયા ગ્રુપ કંપની પ્રોડક્ટો હોસ્ટ કરશે, જેમાં લગ્રોં, ન્યુમેરિક એન્ડ વોલરેકનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે ઈનોવલ ફ્રાન્સ, ગ્રીસ, ચિલી, બ્રાઝિલ, કોલંબિયા, દુબઈમાં ઉપસ્થિત છે અને ભારત ખાતે મુંબઈમાં તેના લોન્ચ સાથે એશિયા પેસિફિક પ્રદેશમાં પ્રવેશ કર્યો છે. કંપની હવે તેના એક્સપીરિન્શિયલ સેન્ટર સાથે અમદાવાદની બજારને આકર્ષિત કરવા માટે સંપૂર્ણ સુસજ્જ છે. લગ્રોં ઈન્ડિયાની ભારતમાં 2018ના અંત સુધી આઠ ઈનોવલ એક્સપીરિયન્શિયલ સેન્ટરો શરૂ કરવાની યોજના છે.

ઈનોવલ પ્રોડક્ટ શોકેસીસની લગ્રોંની વૈશ્વિક બ્રાન્ડ છે. ઈનોવલ નામ નાવીન્યપૂર્ણ પ્રોડક્ટો (નાવીન્યતાની ખીણ)ની શ્રેણી વિકસાવવાના લગ્રોંના બ્રાન્ડ મૂલ્યને પ્રદર્શિત કરે છે. ઈનોવલ પરિભાષા અંતિમ ઉપયોગનો સ્રોતની સંકલ્પના પર આધારિત છે, જ્યાં પ્રોડક્ટો એકબીજાના સંબંધમાં અને ઊર્જા અને ડેટા વિતરણ ગ્રિડમાં તેઓ ક્યાં આવે છે તે અનુસાર ગોઠવવામાં આવે છે. મુલાકાતીઓની વ્યાપક અલગ અલગ રૂપરેખાઓને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટો વેપાર ક્ષિતિજો અનુસાર ગોઠવવામાં આવી છે, જેમાં હોમ ઓટોમેશન, યુઝર ઈન્ટરફેસ, એનર્જી ડિસ્ટ્રિબ્યુશન, સ્ટ્રકચર્ડ કેબલિંગ, યુપીએસ અને કેબલ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. ઈનોવલે હાલમાં જ આઈઆઈઆઈડી ડિઝાઈન એન્ડ આરએમએન્ડઆરડી ફોરમ ખાતે તેની ડિઝાઈન માટે પ્રતિષ્ઠિત પુરસ્કારો જીત્યા છે.

લગ્રોં ઈન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર જીન ચાર્લ્સ થુઆર્ડે જણાવ્યું હતું કે લગ્રોંની ઓફરની વ્યાપ્તિ ભારતમાં છેલ્લાં 20 વર્ષમાં ડાઈવર્સિફાઈ થઈ છે. તેણે વિવિધ ઉદ્યોગો અને તેના ઉપભોક્તાઓ (રોકાણકારો, સિસ્ટમ ઈન્ટીગ્રેટર, આર્કિટેક્ટ્સ, પેનલ બિલ્ડર અને ગ્રાહક વગેરે) માટે પ્રોડક્ટ નિવારણો વિકસાવ્યાં છે. આ નવા યુગના ગ્રાહકો વિશે વાત કરવા અને નવી ઓફરો અને નિપુણતાઓ સંબંધમાં તેની વિશ્વસનીયને વધુ મજબૂત બનાવવા માટે લગ્રોંએ  પોતાનો અભિગમ અપડેટ કર્યો છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે અમે ભારતભરમાં અમે ઘણાં બધાં એક્સપીરિયન્સ સેન્ટરો લોન્ચ કરવાની યોજના બનાવી છે અને મુંબઈમાં ગયા વર્ષે સફળ લોન્ચ સાથે પ્રથમ પગલું ભર્યું હતું. આજે અમદાવાદમાં અમારા લોન્ચ સાથે અમે અમદાવાદમાં અમારા ગ્રાહકો અને વેપાર ભાગીદારો સાથે હવે આસાનીથી પહોંચી શકીશું. ગ્રાહકો ઉત્ક્રાંતિ પામી રહ્યા છે અને તેઓ ખરીદી કરે તે પ્રોડક્ટોમાં વધુ પરોવાઈ રહ્યા છે. આ નવા યુગના આધુનિક ગ્રાહકો સાથે વાર્તાલાપ સ્થાપિત કરવાની અને નવી ઓફરો બતાવવાની ઉત્તમ રીત છે. ઈનોવલ લગ્રોંને ફક્ત પુરવઠાકારમાંથી આગળ લઈ જઈને અસલી ભાગીદાર તરીકે કામ કરવા માટે પ્રેરિત કરે છે, જેથી એકંદરે ઈલેક્ટ્રિકલ અને ડિજિટલ ટ્રેડ સાથે નિકટવર્તી જોડાણ સ્થાપિત થાય.

લગ્રોં ઈન્ડિયાના માર્કેટિંગના ડાયરેક્ટર સમીર સકસેનાએ જણાવ્યું હતું કે લગ્રોં સેંકડો વેપાર ક્ષિતિજો, જેમાંથી ઘણી બધી તો સમજવા માટે અત્યંત ટેક્નિકલ છે તેમાં ઈલેક્ટ્રિકલ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોડક્ટોની વ્યાપક ઓફર ધરાવે છે. ઈનોવલ પાછળનો વિચાર ગ્રાહકોને આસાનીથી સમજી શકાય એવી એક્સપીરિન્શિયલ અને ઈન્ટરએક્ટિવની કાર્યરેખામાં પ્રોડક્ટો ક્યૂરેટ કરવાનો હતો. ભારતમાં પહેલી વાર કોઈ પણ બીટુબી બ્રાન્ડે તેમના ગ્રાહકો માટે બીટુબી એક્સપીરિયન્સ ઝોન (ઉચ્ચ ટેકનિકલ સેગમેન્ટ)ની દિશામાં પગલું લીધું છે. દુનિયા અને દેશોની અગ્રણી ઈલેક્ટ્રિકલ દિગ્ગજ લગ્રોંની નાવીન્યપૂર્ણ અને ક્રિયાત્મક વિચાર પ્રક્રિયાને લીધે આ શક્ય બની શક્યું હોત.

લગ્રોં 4.4 અબજ યુરોના વૈશ્વિક ટર્નઓવર સાથેની દુનિયાની અગ્રણી ઈલેક્ટ્રિકલ અને ડિજિટલ બિલ્ડિંગ નિવારણ પ્રદાતા કંપની છે. કંપની ભારતીય બજારમાં પ્રીમિયમ વાયરિંગ ડિવાઈસીસ અને એમસીબીમાં આગેવાન સ્થાન ધરાવે છે. તેની પ્રોડક્ટો નિવાસી, વ્યાવસાયિક, ઔદ્યોગિક અને હોસ્પિટાલિટી ઉદ્યોગમાં વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવે છે.

Share This Article