એક્ટર લીના જુમાનીએ બિઝનેસમાં ઝંપલાવ્યું, પોતાના પ્રથમ સલોનનો પ્રારંભ કર્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : એક્ટર લીના જૂમાનીએ કે જે ૧૦થી વધુ વર્ષોથી એક્ટિંગના બિઝનેસમાં છે અને ભારતીય ટેલિવિઝન, વેબ સિરીઝ અને ગુજરાતી ફિલ્મોમાં સેંકડો ભૂમિકાઓ ભજવી છે તેમણે હવે અન્ય બિઝનેસમાં પણ ઝંપલાવ્યું છે. તેણે અમદાવાદમાં પોતાના પ્રથમ સલોનનો પ્રારંભ કર્યો છે, જેનું નામ ‘દિવા બ્યૂટી સલોન’ રાખવામાં આવ્યું છે. સલોનનું ઉદ્દઘાટન લીના જુમાની અને તેમની બે બહેનો વર્ષા જુમાની આહુજા અને પાયલ ખુબચંદાની દ્વારા કરવામાં આવ્યું હતું. લીના મુંબઈ અને અમદાવાદ વચ્ચે અવરજવર કરતા રહે છે, જ્યાં તેમનું ઘર છે.

એક્ટર લીના જૂમાનીએ કહ્યું હતું કે, ‘હું અમદાવાદ અને મુંબઈ વચ્ચે વર્ષોથી અવરજવર કરતી રહું છું. બંને શહેરોમાં મારા ઘર છે અને જ્યારે હું મુંબઈમાં શૂટિંગમાં વ્યસ્ત હોતી નથી, ત્યારે મોટાભાગે અમદાવાદમાં હોઉં છું. હું હંમેશા એક્ટિંગ ઉપરાંત અન્ય બિઝનેસમાં પણ સામેલ થવા ઈચ્છતી હતી અને આજની દુનિયામાં દરેકને ગ્રૂમિંગની જરૂર છે, તેથી અમદાવાદમાં સુંદર સલોન શરૂ કરવાનો બીજો કયો વધુ સારો માર્ગ હોઈ શકે. દિવા બ્યુટી સલોન ૨૦૦૦ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલ છે અને તેમાં ઉત્તમ એવી બ્યુટી ટ્રીટમેન્ટ અને સલોન સેવાઓ આપવામાં આવશે. અમારો સ્ટાફ વેલ ગ્રૂમ્ડ છે અને તાલીમબદ્ધ છે જે અમારા ગ્રાહકોની પૂરતી સંભાળ લે છે. જો આ બિઝનેસમાં આગળ વધીશ તો હું મારા બિઝનેસને અન્ય શહેરોમાં પણ લઈ જઈશ. અનેક એક્ટર્સ એક્ટિંગ ઉપરાંત પોતાના સાઈડ બિઝનેસ માટે પણ જાણીતા છે. મને ખુશી અને રોમાંચ છે કે મેં આ નવો બિઝનેસ શરૂ કર્યો છે અને મને આશા છે કે તે સારી પ્રગતિ કરશે.’

લીના જુમાની ‘કુમકુમ ભાગ્ય’ ભાગ્ય જેવા સૌથી લોકપ્રિય શોમાં અગ્રણી  નકારાત્મક ભૂમિકા માટે કે હરીફ ભૂમિકા માટે જાણીતી છે.

તેમણે કહ્યું હતું, ‘હું પાત્રો સાથે પ્રયોગો કરવા ઈચ્છતી હોઉં છઉં. મેં હકારાત્મક અને નકારાત્મક ભૂમિકાઓ ભજવી છે. હું હવે એવું પાત્ર કરવા ઈચ્છું છું કે જે અગાઉ મેં ક્યારેય ભજવ્યું ન હોય, કંઈ એવું કે મને અપીલ કરે અને રોમાંચિત કરે એવું પાત્ર.’

Share This Article