આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. ત્યારે લોકો પોતાની રીતે યોગ કરી રહ્યા છે. સેલિબ્રિટીથી લઇને સામાન્ય માણસ સુધી દરેક લોકોએ આજે યોગ દિવસની ઉજવણી કરી છે. જ્યારે ઘણા લોકો રોજ યોગ કરતાં હોય છે. જે લોકોને રોજ યોગ કરવાની આદત પાડવી હોય છે, પરંતુ કોઇ ગાઇડ કરવાવાળું નથી હોતુ ત્યારે અમુક એવી એપ છે જેના દ્વારા તમે કોઇ પણ વ્યક્તિની મદદ વગર યોગ કરી શકો છો.
- ડેઇલી યોગા– આ એપ તમને ગૂગલ પ્લે સ્ટોર પર ફ્રિમાં મળી જશે. આ એપમાં તમને 500થી વધારે યોગાસન મળશે. આ સિવાય તમને વર્કશોપ પણ જોઇ શકશો. તેનાથી તમને કોઇ પણ ગાઇડ વગર યોગાભ્યાસ કરી શકશો.
- ટ્રેક યોગા– આ એપમાં તમને યોગના વિડીયો એચ ડીમાં જોવા મળશે. વિડીયો જોતા પહેલા તમે આમાં પ્રિવ્યુ કરી શકશો.
- 5 મિનિટ યોગા- આ એપનો ઉપયોગ કરવો ખૂબ આસાન છે. આ એપમાં યોગ શીખવા માટે નાના નાના વિડીયો હોય છે. આ એપમાં રિમાઇંડર અને ટાઇમર જેવા ફીચર પણ આપેલા છે.
- પોકેટ યોગા– આ એપ્લિકેશન દ્વારા તમે યોગ આસાનીથી કરી શકો છો. 200થી વધારે યોગના આસન આપવામાં આવ્યા છે. આ એપને તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી ખરીદવી પડશે.
આટલી એપને જો તમે ઇન્સ્ટોલ કરી લેશો તો, તમને કોઇ યોગ ગુરુ કે ગાઇડની જરૂર નહી પડે.