યુનિવર્સલ સોમ્પો જનરલ ઈન્સ્યોરન્સ કંપની લિમિર્ટે, ઈન્ડિયન બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, કર્ણાટક બેંક, ડાબર ઈન્વેસ્ટમેન્ટ્સ અને સોમ્પો જાપાન ઈન્સ્યોરન્સ ઈન્કના સંયુક્ત સાહસે આરોગ્ય વીમા પેકેજ લોન્ચ કર્યું છે, જે અકસ્માત, માંદગીને કારણે હોસ્પિટલમાં દાખલ થવાના ચાર્જ સહિતની અનેક સેવાઓ પુરી પાડે છે. આ બાબતે કંપનીએ ૧ જુલાઈ, શુક્રવારના રોજ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, આ એક કમ્પ્લીટ આરોગ્ય વીમા કવર છે. જેમાં પોલિસીધારકોને મેડિકલ ખર્ચમાં વધારો થવાથી બચાવવા માટે ૧૪ બેઝ અને ૨૬ એડ-ઓન કવર સહિત અનેક નવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ પેકેજ વિવિધ ગ્રાહક સેગમેન્ટ્સને માટેના પાંચ પ્રોડક્ટ વેરિઅન્ટ ધરાવે છે. તે અચાનક માંદગી, અકસ્માત અથવા પોલિસીના સમયગાળા દરમિયાન ઉભા થયેલા રોગ, કોઈપણ સર્જરીની સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ થવાને કારણે વીમાધારક દ્વારા થયેલા તબીબી ખર્ચને આવરી લે છે.
યુનિવર્સલ સોમ્પો હેલ્થકેર સંપૂર્ણ પેકેજ કવરેજ પ્રદાન કરે છે, જે અનિશ્ચિત સમય માટે રિન્યૂ કરી શકાય છે. તે પ્રીમિયમ દરે, રૂ. ૫૦ લાખ સુધીના વીમા વિકલ્પોની વિશાળ શ્રેણી ઓફર કરે છે. પોલિસીધારકો પોલિસીના ચોથા વર્ષ માટે પ્રીમિયમ માફીની અપેક્ષા રાખી શકે છે. પોલિસીની વિભિન્ન લાક્ષણિકતા છે. અમુક ચોક્કસ બિમારીઓ માટે એક વર્ષ અને પૂર્વ થયેલા રોગો માટેનો રાહ જોવાનો સમયગાળો મર્યાદિત છે. પોલિસીની અન્ય મુખ્ય વિશેષતાઓમાં OPD અને પ્રસૂતિ કવરેજ સાથે ઇમરજન્સી સહાય સેવાઓનો સમાવેશ થાય છે, જેનો સમગ્ર વિશ્વમાં લાભ લઈ શકાય છે. પોલિસીની મુદત એક, બે અને ત્રણ વર્ષની વચ્ચે હોય છે. યુનિવર્સલ સોમ્પો હેલ્થકેર પેકેજ હેઠળ પાંચ પ્રકારની એસેન્શિયલ, પ્રિવિલેજ, પ્લસ, પ્રીમિયર, એક્ઝિક્યુટિવ, ડીજી – પ્રો સ્કીમ છે. સામાન્ય લોકો માટે પ્રવેશ સમયે લઘુત્તમ વય ૧૮ વર્ષ, જ્યારે મહત્તમ વય ૭૫ વર્ષ છે. જ્યારે બાળકો માટે, લઘુત્તમ વય ૯૧ દિવસ છે, જેમાં મહત્તમ ૨૫ વર્ષ છે. બીજી તરફ વીમાધારક સાથેના ૨૦ જેટલા સંબંધો આ પેકેજ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ પેકેજ બેઝ પેકેજ ડે-કેર પ્રક્રિયાઓ, હોસ્પિટલમાં દાખલ થયા પછી, ડોમિસિલરી ખર્ચ, અંગ દાતા, એમ્બ્યુલન્સ ચાર્જિસ, પ્રી-હોસ્પિટલાઇઝેશન સહિતની દર્દીઓની સારવાર પર કવરેજ આપે છે. તે માતા અને બાળ-સંભાળ બેનિફિટ, દાંતની સારવાર (માત્ર અકસ્માત)ને પણ આવરી લે છે.
આયુષ લાભ, સાથે આવતા બાળક માટે દૈનિક રોકડ, રસીકરણ, સ્વસ્થતા લાભનો સમાવેશ પણ થાય છે. જો પૉલિસી ધારક પૉલિસી વર્ષમાં બેઝ સમ ઇન્સ્યોર્ડ અને નો ક્લેમ બોનસ ખતમ કરી દે, તો કંપની SI ને બેઝ SI સમાન પુનઃસ્થાપિત કરશે. વધુમાં, બેઝ પેકેજ કલમ ૮૦ ડી, ૧૦ ડી હેઠળ કર લાભો પણ આપે છે.સંપૂર્ણ આરોગ્ય વીમા યોજનાના પ્રારંભની જાહેરાત કરતી વખતે, યુનિવર્સલ સોમ્પોના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શરદ માથુરે જણાવ્યું હતું કે, અસરકારક આરોગ્ય વીમો એ સામાજિક સુરક્ષાનો મુખ્ય પાયો છે. આ પૉલિસીમાં નવી સુવિધાઓનો સમૂહ ગ્રાહકોને પ્રીમિયમ દરોને સસ્તું રાખીને વિવિધ ઍડ-ઑન કવરેજ પ્રદાન કરે છે.