અમદાવાદ : નવા સચિવાલયમાં દીપડો ઘૂસી ગયા બાદ ભારે જહેમત બાદ આખરે તેને પકડી પાડવામાં સફળતા મળી હતી. આની સાથે જ તંત્ર અને લોકોને મોટી રાહત થઇ હતી. કલાકોથી તેને પાંજરામાં પુરવા માટે ઓપરેશન ચાલી રહ્યુ હતુ. આ ઓપરેશન આખરે સફળ સાબિત થયુ હતુ. દીપડાને પાંજરામાં પુરવામાં સફળતા મળી હતી. સચિવાલયમાં તેની લટાર સીસીટીવીમાં કેદ થયા બાદ દહેશત વધી ગઇ હતી. જા કે, સરકારના અધિકારીઓએ સચિવાલયમાં દીપડો નહી હોવાનો બચાવ કરી દીપડાનું લોકેશન રાજભવન નર્સરી અને પોલીસ વન વચ્ચે હોવાનું જણાવ્યુંહ તું. દીપડાના પ્રવેશને લઇ આજે ગાંધીનગર સહિત રાજયભરમાં ભારે ઉત્તેજના વચ્ચે ચર્ચાનો માહોલ છવાયો હતો. દીપડાને પકડવા માટે જૂનાગઢ સહિતના વન વિભાગના અધિકારીઓની ટીમને બોલાવાઇ હતી અને દીપડાને પકડવાનું સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
નવા સચિવાલયમાં આજે દીપડો ઘૂસ્યો હોવાની ચર્ચાએ રાજયના પાટનગર ગાંધીનગર સહિત રાજયભરમાં ભારે ચર્ચા જગાવી હતી. ખાસ કરીને સચિવાલય વર્તુળમાં દીપડાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. બીજીબાજુ, દીપડા હોવા અંગેની ચર્ચા અને જાણને પગલે સ્થાનિક વનવિભાગ અને પોલીસની ટીમ સચિવાલય દોડી ગઈ હતી. દીપડાને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ ચકાસીને શોધખોળ આદરવામાં આવી હતી. રાજ્યના વિવિધ વિસ્તારોમાં માનવ રહેણાંક દીપડો ઘૂસ્યાના બનાવ સામે આવતા હોય છે ત્યારે રાજ્યની રાજધાનીમાં જ્યાંથી રાજ્યનો વહિવટ થાય છે ત્યાં દીપડો ઘૂસી જતાં લોકોમાં અચરજ જોવા મળ્યું હતું.
સુરક્ષા અને લોકોની સેફ્ટીને ધ્યાને રાખીને જ્યાં સુધી દીપડાનું લોકેશન ન મળે અને તેને પકડી લેવામાં ન આવે ત્યાં સુધી કોઈને સચિવાલયમાં પ્રવેશ આપવામાં નહીં આવે તેની ખાસ તકેદારી લાગુ કરાઇ હતી. દરમ્યાન વનવિભાગના અધિકારીઓ અને પોલીસ સહિતના કર્મચારીઓએ કલાકોની ભારે તપાસ અને શોધખોળના અંતે દીપડાનું લોકેશન સચિવાલયમાં નહી હોવાનું જણાવ્યું હતું