અમદાવાદ : ક્લિયર પ્રીમિયમ વોટર દ્વારા સંચાલિત, ટેનિસ પ્રીમિયર લીગ સિઝન 7ના ચોથા દિવસે ભારતીય ટેનિસ આઇકોન લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ લીગના બ્લેક કોર્ટ પર સાથે દેખાયા, ત્યારે ઘણી યાદો તાજી થઈ ગઈ. પેસ GS દિલ્હી એસીસના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા હતા, જ્યારે ભૂપતિ SG પાઇપર્સ બેંગલુરુના સમર્થનમાં હાજર રહ્યા હતા, જ્યાં તેઓ CEO તરીકે સેવા આપે છે.
આ ટેનિસ જોડી, જેમણે એકસાથે ત્રણ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા હતા અને એક ભારતીય જોડી તરીકે વિશ્વ નંબર 1 સુધી પહોંચ્યા હતા, તેઓ લાંબા સમયથી લીગને ટેકો આપી રહ્યા છે અને સીઝન 7 ના ચોથા દિવસે ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ ખાતે હાજર રહ્યા હતા.
પોતાનો ઉત્સાહ શેર કરતાં લિએન્ડર પેસે કહ્યું કે, “અમદાવાદમાં આવીને ખૂબ આનંદ થયો. હવામાન ખૂબ જ શાનદાર છે, અને અહીં ટેનિસ પ્રીમિયર લીગ જોવી એ દેશભરમાં ટેનિસને વિસ્તૃત અને લોકપ્રિય બનાવવાના અમારા સ્વપ્નનો એક ભાગ છે.”

“હું સાન્યા, રોહન, મહેશ અને લીગને સપોર્ટ આપનારા બધા સ્ટાર્સનો ખૂબ આભારી છું. જ્યારે અમે ખેલાડીઓને રમતા જુઓ છો, ત્યારે અમને એવું લાગે છે કે, જુનિયર, પ્રોફશનલ છોકરો અને છોકરીઓને એકસાથે લાવવામાં અને આંતરરાષ્ટ્રીય સ્વાદ ઉમેરવામાં સફળ થયા છીએ. સમગ્ર ટેનિસ સમુદાય અહીં એક સાથે આવે તે ખાસ છે.”
દિવસની ત્રીજી મેચમાં એસજી પાઇપર્સ બેંગલુરુએ જીએસ દિલ્હી એસિસને 49-51થી હરાવ્યું.
સાંજની મેચો પર વાત કરતાં પેસે કહ્યું કે, “હું આજે રાત્રે સારી ટીમ રોહન અને મહેશની ટીમ સામે રમી હતી. મહેશ અગાઉ સાન્યાની ટીમ સામે રમી રહ્યો હતો. આ સ્પર્ધાત્મક હરીફાઈ રમતને એકીકૃત બનાવે છે.”
જીએસ દિલ્હી એસિસ 211 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. સીઝન અને તેની ટીમના ફોર્મ વિશે વાત કરતા, તેમણે કહ્યું, “સીઝન ખૂબ સારી રીતે ચાલી રહી છે. હું મારી ટીમ પ્રત્યે થોડો પક્ષપાતી છું. દિલ્હી એસિસ હાલમાં ટોચ પર છે, પરંતુ હજુ પણ ઘણું ટેનિસ બાકી છે. અહીંનું ફોર્મેટ ખૂબ જ રસપ્રદ છે.”

પેસે દિલ્હી સ્થિત ટીમ સાથેની તેની ભૂમિકા વિશે પણ વાત કરી. “40 વર્ષ સુધી મારા લોકો માટે રમવું, 20 ગ્રાન્ડ સ્લેમ જીતવું અને સાત ઓલિમ્પિકમાં રમવું એ એક આશીર્વાદ છે. હવે, બાળકોને માર્ગદર્શન આપવું અને આવી લીગ બનાવવી જેથી તેઓ વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ સામે કમાણી કરી શકે, સ્પર્ધા કરી શકે અને પ્રગતિ કરી શકે તે મને પ્રેરણા આપે છે.”
લીગની સફર વિશે બોલતા, 18 વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતાએ કહ્યું, “અમે ટેનિસ પ્રીમિયર લીગની અમારી સતત સાતમી સીઝનમાં છીએ, અને તે એવી વસ્તુ છે જેના પર અમને ગર્વ છે. અમે ભવિષ્યમાં તેને વૈશ્વિક સ્તરે, અબુ ધાબી, દુબઈ, સિંગાપોર લઈ જઈ શકીએ છીએ, મોટા પ્રાયોજકો લાવી શકીએ છીએ અને તેને વધુ દૃશ્યતા આપી શકીએ છીએ.”
વધુમાં તેમણે ઉમેર્યું, “પરંતુ મારા જેવા દેશભક્ત માટે, ભારતમાં આવી લીગ કરવું એ આનંદની વાત છે. એક વર્ષ મુંબઈમાં, પછી પુણેમાં, અને હવે અમદાવાદમાં. અમારુ ધ્યેય સરળ છે: “ટેનિસની રમતને દરેક યુવા ચાહક સુધી લઈ જવી.”
